128 વર્ષનો ઈતિહાસ બદલાયો, હવે ફરી ઓલિમ્પિકમાં રમાશે ક્રિકેટ!

હવે ઓલિમ્પિક ગેમ્સમાં પણ ક્રિકેટ મેચો રમાશે. તેનાથી 128 વર્ષનો ઓલિમ્પિક ઈતિહાસ ફરી બદલાઈ જશે. લાંબા અંતર બાદ ક્રિકેટને ફરીથી ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ આ મોટો નિર્ણય લીધો છે.

2028માં ક્રિકેટ સામેલ થશે
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ શુક્રવારે 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક માટે ક્રિકેટને મંજૂરી આપી દીધી છે. આઈઓસીના પ્રમુખ થોમસ બેચે આની જાહેરાત કરી હતી. થોમસ બેચે ગુરુવારે મુંબઈમાં એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન તેમણે આ મોટી જાહેરાત કરી હતી.

1900ના ઓલિમ્પિકમાં ક્રિકેટ સમેલ હતી
IOC સ્પોર્ટ્સ ડિરેક્ટર કિટ મેકકોનેલે કહ્યું, ‘લોસ એન્જલસ કમિટીએ 5 રમતોનો પ્રસ્તાવ મૂક્યો હતો જે ઓલિમ્પિકનો ભાગ બની શકે. આમાં ક્રિકેટ પણ સામેલ છે. EB (એક્ઝિક્યુટિવ બોર્ડ)ની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે. લોસ એન્જલસ – 2028 ઓલિમ્પિકના આયોજકોએ સોમવારે 128 વર્ષની રાહ જોયા બાદ ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવાની ભલામણ કરી છે. 1900ની પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ મેચો યોજાઈ હતી.

ભારતમાં 40 વર્ષ બાદ IOC સત્ર
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 9 ઓક્ટોબરના રોજ એક સત્તાવાર નિવેદન બહાર પાડીને સમર ઓલિમ્પિક્સમાં ક્રિકેટને સામેલ કરવાના તેના પ્રસ્તાવની માહિતી આપી હતી. આ દરમિયાન, એવું કહેવામાં આવ્યું કે ICC એ બે વર્ષની પ્રક્રિયા દરમિયાન લોસ એન્જલસ-2028 સમિતિ સાથે નજીકથી કામ કર્યું. તમને જણાવી દઈએ કે ભારત લગભગ 40 વર્ષના ગાળા બાદ IOC સત્રનું આયોજન કરી રહ્યું છે. IOCનું 86મું સત્ર 1983માં દિલ્હીમાં યોજાયું હતું.