પ્રયાગરાજમાં ‘ચેતક’નું ઈમરજન્સી લેન્ડિંગ
ભારતીય સેનાના ચેતક હેલિકોપ્ટરનું પ્રયાગરાજમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટેક્નિકલ ખામી બાદ હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માહિતી મળ્યા બાદ સેનાના એન્જિનિયરિંગ યુનિટે સ્થળ પર પહોંચીને ટેકનિકલ નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર પછી એરફોર્સ બેઝ પર પરત ફર્યું હતું. ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર, જે નિયમિત તાલીમ મિશન પર હતું, તેણે સવારે 10.40 વાગ્યે પ્રયાગરાજ નજીક હોલાગઢ ખાતે સલામત ઉતરાણ કર્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે, ઈમરજન્સી લેન્ડિંગમાં કોઈ સૈનિકને કોઈ નુકસાન કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી. જરૂરી ટેક્નિકલ સપોર્ટ આપ્યા બાદ હેલિકોપ્ટરને બેઝ પર પરત મોકલી દેવામાં આવ્યું છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હેલિકોપ્ટર અયોધ્યાથી પ્રયાગરાજ આવી રહ્યું હતું.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ સેનાના હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગના સમાચાર આવ્યા છે. ગયા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં હરિયાણાના યમુનાનગરમાં સેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પણ એવા સમાચાર આવ્યા હતા કે ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટરનું શાદીપુર ગામના ખેતરોમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.