Gujarati Top News : આજે 9 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ગુજરાતમાં તંત્ર એલર્ટ પર છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એલર્ટ રહેવા સૂચના આપી
આજે 9 મે 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ગુજરાતમાં તંત્ર એલર્ટ પર છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એલર્ટ રહેવા સૂચના આપી તથા પાટણમાં હાઈ એલર્ટ જાહેર કરાયુ છે. જેમાં સાંતલપુરના વારાહીમાં કંટ્રોલરુમ શરુ થયો છે અને સુરતના અઠવાલાઈન્સ ખાતે વૉર રૂમ શરૂ કરાયો છે. લશ્કરની ત્રણેય પાંખો સાથે સીધો સંપર્ક કરી શકાશે તેમજ જામનગરમાં વહેલી સવારે ચાર વાગ્યાથી બ્લેક આઉટ છે. જેમાં આપાતકાલીન જિલ્લા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો અને જામનગરની જીજી સિવિલ હોસ્પિટલમાં આગોતરી તૈયારીઓ શરૂ કરાઇ છે. હોસ્પિટલમાં વધુ બેડ, દવાઓ સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ સહિતના તાજા સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત….
ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ગુજરાતમાં તંત્ર એલર્ટ પર
ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ગુજરાતમાં તંત્ર એલર્ટ પર છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એલર્ટ રહેવા સૂચના આપી છે. તેમાં સરહદીય જિલ્લાની સ્થિતિ પર નજર રાખવા સૂચના છે. SEOC ખાતે ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રીએ સાવચેતીના પગલા ભરવા સૂચનાઓ આપી છે. હુમલાની શક્યતાને પગલે ગુજરાત આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં છે.
પાટણમાં હાઈ એલર્ટ જાહેર કરાયુ
પાટણમાં હાઈ એલર્ટ જાહેર કરાયુ છે. જેમાં સાંતલપુરના વારાહીમાં કંટ્રોલરુમ શરુ થયો છે. પાટણ SP, કલેક્ટર સહિત અધિકારીઓ તૈનાત છે. ઈમરજન્સી સેન્ટર પર અધિકારીઓ પહોંચ્યા છે. સાંતલપુરમાં 13 ગામડાઓમાં હાલ બ્લેક આઉટ છે.
સુરતના અઠવાલાઈન્સ ખાતે વૉર રૂમ શરૂ કરાયો
સુરતના અઠવાલાઈન્સ ખાતે વૉર રૂમ શરૂ કરાયો છે. લશ્કરની ત્રણેય પાંખો સાથે સીધો સંપર્ક કરી શકાશે. નાગરિક સુવિધા કેન્દ્રમાં વોર રૂમ શરૂ કરાયો છે. વોર રૂમમાં પોલીસ કમિશનર જોડાયેલા રહેશે. સુરતમાં હજીરા પોર્ટ હાઈએલર્ટ પર છે. હજીરાના કાંઠા વિસ્તારોમાં સુરક્ષા વધારાઈ છે.
જામનગરમાં વહેલી સવારે ચાર વાગ્યાથી બ્લેક આઉટ
જામનગરમાં વહેલી સવારે ચાર વાગ્યાથી બ્લેક આઉટ છે. જેમાં આપાતકાલીન જિલ્લા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર છે. તેમાં કંટ્રોલરૂમમાં કલેક્ટર, SP સહિતના અધિકારીઓ હાજર રહ્યાં છે. કોઇ હુમલો નહીં, સાવચેતીના ભાગરૂપે લાઇટ બંધ રખાઇ છે તેમ સૂત્રોએ જણાવ્યું છે. કોઇ અફવા પર ધ્યાન ન આપવા કલેક્ટરે સૂચના આપી છે. તથા ડિઝાસ્ટર કંટ્રોલ દ્વારા 0288-2553404 ઇમરજન્સી નંબર જાહેર કરાયા છે.
જામનગરની જીજી સિવિલ હોસ્પિટલમાં આગોતરી તૈયારીઓ શરૂ કરાઇ
જામનગરની જીજી સિવિલ હોસ્પિટલમાં આગોતરી તૈયારીઓ શરૂ કરાઇ છે. હોસ્પિટલમાં વધુ બેડ, દવાઓ સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે. ડોક્ટર અને સપોર્ટિંગ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. પોરબંદર, જામનગર અને દ્વારકામાં 75 એમ્બ્યુલન્સ મોકલાઈ છે. બનાસકાંઠા અને કચ્છમાં પણ એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. હુમલાની શક્યતાને પગલે ગુજરાતમાં તંત્ર એલર્ટ પર છે.