વિશ્વભરના મીડીયામાં ઓપરેશન સિંદૂર છવાઈ રહ્યું છે

ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો ન્યુયોર્ક ટાઈમ્સ, ભશશએ જણાવ્યું : ભારત-પાકિસ્તાન વ્યાપક યુદ્ધની કગાર પર : ભારતે પાકિસ્તાનમાં અંદર પ્રહારો કર્યા : ધી ગાર્ડીયન
ભારતીય સેનાએ બુધવાર તા. ૭ મે ૨૦૨૫ના દિવસે ઓપરેશન સિંદૂર દ્વારા પી.ઓ.કે. અને પાકિસ્તાનમાં પણ રહેલા આતંકવાદીઓના કુલ ૯ અડ્ડાઓ તોડી પાડયા છે. ઓપરેશન સિંદૂર દ્વારા પ્રતિબંધિત તેમાં ત્રાસવાદી જૂથો લશ્કર-એ-તૈય્યબા(એલ.ઇ.ટી.) અને જૈશ-એ-મોહમ્મદ (જે.ઇ.એમ)ના ૯૦ જેટલા આતંકવાદીઓનો પણ ખાત્મો કર્યો છે.
એપ્રિલ-૨૨ના દિને જમ્મુ અને કાશ્મીરમાં રહેલા ૨૬ નિર્દોષ સહેલાણીઓની આતંકી જૂથોેએ કરેલી હત્યાના સમાચારોને પણ વૈશ્વિક મીડીયાએ વ્યાપક કવરેજ આપ્યું હતું.
આ પછી મંગળ-બુધવારની રાત્રીએ ભારતે કરેલા પ્રચંડ હવાઈ હુમલા-ઓપરેશન સિંદૂરને વિશ્વભરના મીડીયાએ વ્યાપક કવરેજ આપ્યું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સે હેડલાઈન આપી હતી. ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો. સી.એન.એને જણાવ્યું કે ભારત-પાકિસ્તાન વ્યાપક યુદ્ધની કગાર પર છે.
ન્યૂયોર્ક ટાઈમ્સે તો ઓપરેશન સિંદૂરને ભારત-પાકિસ્તાન વચ્ચેની તીવ્ર તનાતની સમાન કહેતાં લખ્યું કે ભારતે આ હુમલા કરતાં પૂર્વે અમેરિકાને જાણ કરી હતી. આ દ્વારા તેણે વૈશ્વિક વિરોધ (ઓપરેશન સિંદૂર સામે) ઊભો ન થાય તે પણ સુનિશ્ચિત કરી લીધું હતું.
અમેરિકાના સેન્ટ્રલ ન્યૂઝ નેટવર્કે (સીએનએને) તેના કવરેજમાં તે આક્રમણમાં ભારતે ઉપયોગમાં લેવામાં આવેલા આધુનિક શસ્ત્રો, રાફેલ ફાઇટર જેટ્સ અને ક્રૂઝ મિલાઇલ્સનો ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું.
જ્યારે વૉશિંગ્ટન પોસ્ટે લખ્યું કે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો છે. પાકિસ્તાને બદલો લેવાની જાહેરાત કરી દીધી છે. સાથે તે વિસ્તારમાં તંગદિલી વધી રહી છે. જ્યારે બીબીસીએ બહાવલપુર અને મુરીદેકમાં આવેલા આતંકી મથકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ઇંગ્લેન્ડના ધી ગાર્ડીયને લખ્યું કે, ભારતે પાકિસ્તાનની અંદર પ્રહારો કર્યા છે તે સાથે કાશ્મીર તંગદિલી વિસ્ફોટક બની છે. ઇઝરાયેલ ટાઈમ્સે લખ્યું કે ભારતને આત્મરક્ષણનો પૂરો અધિકાર છે. કાશ્મીરમાં પ્રવાસીઓની હત્યા પછી ભારતે પાકિસ્તાન પર આક્રમણ કર્યું છે.