રોમારિયો શેફર્ડે તબાહી મચાવી, 14 બોલમાં ફટકારી IPL 2025ની સૌથી ઝડપી અડધી સદી

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં વિરાટ કોહલી અને જેકબ બેથેલ જેવા બેટ્સમેનોએ તો જબરદસ્ત અડધી સદી ફટકારી પરંતુ સાચી મહેફિલ તો રોમારિયો શેફર્ડે માત્ર 14 બોલમાં બેંગલુરુના ઈતિહાસની અને સિઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી દીધી ત્યારે જામી.
IPl 2025 ના શરૂઆતી 7 મેચમાં બહાર રાખવામાં આવ્યો. પછીના 3 મેચમાં બેટિંગ ન આવી. એવામાં જ્યારે મોકો મળ્યો તો માત્ર 2 ઓવરમાં મુકાબલો પલટી નાખ્યો. કંઈક આવું જ ટ્યુ RCB અને CSK ના મુકાબલામાં. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલા મુકબલામાં વિરાટ કોહલી અને જેકબ બેથેલ જેવા બેટ્સમેનોએ તો જબરદસ્ત અડધી સદી ફટકારી પરંતુ સાચી મહેફિલ તો રોમારિયો શેફર્ડે માત્ર 14 બોલમાં બેંગલુરુના ઈતિહાસની અને સિઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી દીધી ત્યારે જામી.
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શનિવાર 3 મે એ રમાયેલા મુકાબલામાં રોમારિયો શેફર્ડે છેલ્લી 2 ઓવરમાં ચેન્નઈના બોલરોને પરસેવો છોડાવી દીધો. આ મેચમાં પહેલા બેટિંગ કરતા બેંગલુરુને વિરાટ કોહલી અને જેકબ બેથેલે ધમાકેદાર શરૂઆત અપાવી હતી. આ બંને બેટ્સમેનોએ શાનદાર અડધી સદી ફટકારી હતી. આના આધારે, બેંગલુરુ લગભગ 225 રનનો સ્કોર સરળતાથી હાંસલ કરી શકે તેવું લાગતું હતું. પરંતુ તે આઉટ થતાં જ રન રેટ ધીમો પડી ગયો અને ઘણી વિકેટ પડી ગઈ.

એક સમય એવો આવ્યો જ્યારે બેંગલુરુ માટે 180 રન બનાવવા પણ ચૂનોતી લાગતી હતી, 200 રન બનાવવા તો દૂરની વાત. આવા સમયે, રોમારિયો શેફર્ડ ક્રીઝમાં પ્રવેશ્યો. 18મી ઓવરના પાંચમા બોલ પર તે ક્રીઝ પર આવ્યો. 18મી ઓવરના અંતે સ્કોર ફક્ત 159 રનનો હતો. પરંતુ આગામી 2 ઓવરમાં, આ શક્તિશાળી વિન્ડીઝ બેટ્સમેને આખું ચિત્ર બદલી નાખ્યું. શેફર્ડે 19મી ઓવરમાં ખલીલ અહેમદને નિશાન બનાવ્યો અને આ ઓવરમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકારીને 33 રન બનાવ્યા. આ સિઝનની સૌથી મોંઘીઓવર પણ સાબિત થઈ.
પછી 20મી ઓવરની બીજી બોલ પર શેફર્ડને સ્ટ્રાઈક મળી અને આ વખતે સામે મતીષા પથિરાના હતો, જે છેલ્લી 3 ઓવરમાં 3 વિકેટ લઇ ચુક્યો હતો અને માત્ર 15 રન ખર્ચ્યા હતા કેમ કે આની સાથે શેફર્ડે માત્ર 14 બોલમાં અડધી સદી પૂરી કરી લીધી હતી. આ સિઝનમાં કોઈપણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી આ સૌથી ઝડપી અડધી સદી હતી અને IPLના ઇતિહાસમાં સંયુક્ત રીતે બીજી સૌથી ઝડપી અડધી સદી હતી.
એટલું જ નહીં, આ IPL ના 18 સિઝનના ઇતિહાસમાં બેંગલુરુ તરફથી ફટકારવામાં આવેલી સૌથી ઝડપી અડધી સદી સાબિત થઈ. ખાસ વાત એ છે કે શેફર્ડને બેંગલુરુએ માત્ર 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને શરૂઆતી 7 મેચમાં બેન્ચ પર જ બેઠો હતો. એકંદરે, રોમારિયો શેફર્ડ માત્ર 14 બોલમાં 53 રન બનાવીને અણનમ રહ્યો, જેમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે. એટલે કે તેણે 53 માંથી 52 રન બાઉન્ડ્રીમાં ફટકાર્યા. શેફર્ડના હુમલાના બળે, બેંગલુરુએ છેલ્લી 2 ઓવરમાં 54 રન બનાવ્યા અને ટીમે 159 રનના સ્કોરમાંથી 213 રનનો મજબૂત સ્કોર બનાવ્યો.