એટલે જ MS ધોની કહેવાય છે મહાન કેપ્ટન, CSKની હાર માટે પોતાને જ ઠેરવ્યો જવાબદાર

IPL 2025ની એક રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને માત્ર 2 રનથી હરાવી. આ હાર સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને માત્ર બે રનની થ્રિલર જીત આપી. IPL 2025માં 214 રનના લક્ષ્યાંકનો પીછો કરતી ચેન્નાઈની ટીમ માત્ર 211 રન બનાવી શકી. તેમને છેલ્લાં ત્રણ બોલમાં 6 રનની જરૂર હતી, પરંતુ ટીમ અંતે બે રનથી પરાજિત થઈ. ચેન્નાઈ માટે આ હાર એ પછી વધુ મોટું નિરાશાજનક બની કારણ કે હવે તેઓ પોઈન્ટ ટેબલમાં છેલ્લાં સ્થાને પહોંચી ગઈ છે અને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ટીમે અત્યાર સુધી 11 મેચમાંથી ફક્ત બે જીત મેળવી છે અને તેમની પાસે ફક્ત 4 પોઈન્ટ છે.
મેચ પછી કેપ્ટન MS ધોનીએ જણાવ્યું કે ટીમના બેટ્સમેનોએ થોડા વધુ મોટા શોટ રમવા જોઈએ હતાં જેથી દબાણ ઓછી થાત. ધોનીએ પોતાની ભૂલ પણ સ્વીકારી અને કહ્યું, “મને લાગે છે કે આપણે કેટલાક વધુ મોટા શોટ રમીને દબાણ ઘટાડવું જોઈતું હતું. હું આ માટે મારી ભૂલ સ્વીકારું છું.” ધોની 17મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 8 બોલમાં 12 રન બનાવ્યા બાદ છેલ્લી ઓવરમાં આઉટ થયો.

RCBના રોમારિયો શેફર્ડે ૧૪ બોલમાં અણનમ ૫૩ રન બનાવ્યા, જે IPLમાં બીજી સંયુક્ત સૌથી ઝડપી અડધી સદી છે. ચેન્નાઈના બોલરોએ છેલ્લી બે ઓવરમાં 54 રન આપ્યા. ધોનીએ કહ્યું, ‘આપણે વધુ યોર્કર ફેંકવાની પ્રેક્ટિસ કરવી પડશે.’ જ્યારે બેટ્સમેન ક્રીઝ પર સ્થિર થઈ જાય છે ત્યારે ફક્ત યોર્કર જ ઉપયોગી થાય છે. જો તમે યોર્કર ફેંકી શકતા નથી, તો લો ફુલ-ટોસ શ્રેષ્ઠ વિકલ્પ છે. પથિરાના પાસે ગતિ છે અને તે બાઉન્સર પણ ફેંકી શકે છે. જો તે યોર્કર નાખવાનું ચૂકી જાય તો બેટ્સમેન મોટો શોટ રમવાની શક્યતા છે
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ IPL 2025ના પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. ચેન્નાઈએ 11 મેચમાંથી ફક્ત બે મેચ જીતી છે. 4 પોઈન્ટ સાથે ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ, RCB એ 11 માંથી 8 મેચ જીતી છે. ટીમ ૧૬ પોઈન્ટ સાથે પ્લેઓફમાં લગભગ પહોંચી ગઈ છે.