IPL પ્લેઓફ પહેલા જ ચારેય ટીમના અનેક ખેલાડી બહાર, નવા ઉમેરાયા, જાણો કઈ ટીમને મોટું નુકસાન

IPL 2025 Playoffs: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની લીગ મેચો હવે પૂરી થઈ ગઈ છે. 4 ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. તેમાં RCB, ગુજરાત, પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ સામેલ છે. 29 મે, ગુરુવારના રોજ ક્વોલિફાયર-1 ટોપની બે ટીમો વચ્ચે રમાશે. પરંતુ પ્લેઓફમાં પહોંચ્યા પછી ચારેય ટીમોની મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે તેમના ઘણા સ્ટાર અને ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓ હવે ટીમનો ભાગ નહીં રહેશે અને તેઓ રમતા નજર નહીં આવે. જોકે, હવે તેમની જગ્યાએ અન્ય ખેલાડીઓને ટીમમાં ઉમેરવામાં આવ્યા છે. ચાલો તમને સંપૂર્ણ યાદી જણાવીએ…

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB): પ્લેઓફ માટે બહાર રહેલા ખેલાડી

દેવદત્ત પડિકક્લ

જેકબ બેથેલ

લુંગી એનગિડી

આ નવા ખેલાડી જોડાયા

મયંક અગ્રવાલ 

ટિમ સિફર્ટ

બ્લેસિંગ મુઝરબાની

બીજી તરફ RCB માટે બીજા ખરાબ સમાચાર એ છે કે તેનો સ્ટાર ખેલાડી ટિમ ડેવિડ ઈન્જર્ડ થયો છે. આ સિઝનમાં 100+ રન બનાવનારાઓમાં તેનો સ્ટ્રાઈક રેટ (185.14) સૌથી વધુ હતો. તેની ગેરહાજરી નીચલા ક્રમમાં ફિનિશિંગ પાવરને અસર કરી શકે છે. જો કે, જોશ હેઝલવુડ ક્વોલિફાયર-1 માટે ઉપલબ્ધ રહે તેવી શક્યતા છે.

સંભવિત પ્લેઈંગ ઈલેવન

1. વિરાટ કોહલી

2. ફિલ સોલ્ટ

3. મયંક અગ્રવાલ

4. રજત પાટીદાર (કેપ્ટન)

5. જીતેશ શર્મા (વિકેટકીપર)

6. કૃણાલ પંડ્યા

7. ટિમ ડેવિડ / લિયામ લિવિંગસ્ટોન

8. રોમારિયો શેફર્ડ

9. ભુવનેશ્વર કુમાર

10. યશ દયાલ

11. જોશ હેઝલવુડ

12. સુયશ શર્મા

ગુજરાત ટાઇટન્સ: પ્લેઓફ માટે બહાર રહેલા ખેલાડી

જોસ બટલર

કગિસો રબાડા

ગ્લેન ફિલિપ્સ

આ નવા ખેલાડી જોડાયા

કુસલ મેંડિસ

દસુન શનાકા

GTના કુલ બેટિંગ રનમાં લગભગ  73% યોગદાન શુભમન ગિલ, બી સાઈ સુદર્શન અને જોસ બટલરનું રહ્યું છે. બટલરની ગેરહાજરીમાં કુસલ મેંડિસ પર મોટી જવાબદારી રહેશે. બીજી ચિંતા રાશિદ ખાનનું ફોર્મ છે. આ સિઝનમાં તેણે 14 મેચમાં માત્ર 9 વિકેટ લીધી છે અને તેની ઈકોનોમી 9.47 રહી છે. 

સંભવિત પ્લેઈંગ ઈલેવન

1. શુભમન ગિલ (કેપ્ટન)

2. બી સાઈ સુદર્શન

3. કુસલ મેંડિસ (વિકેટકીપર)

4. શરફાન રધરફોર્ડ

5. શાહરૂખ ખાન

6. રાહુલ તેવટિયા

7. રાશિદ ખાન

8. ગેરાલ્ડ કોએત્ઝી

9. અરશદ ખાન

10. સાંઈ કિશોર

11. મોહમ્મદ સિરાજ

12. પ્રસિદ્ધ કૃષ્ણા

પંજાબ કિંગ્સ (PBKS): પ્લેઓફ માટે બહાર રહેલા ખેલાડી

માર્કો જેન્સન

ગ્લેન મેક્સવેલ

લોકી ફર્ગ્યુસન

આ ખેલાડીઓને મળ્યું સ્થાન

કાયલ જેમીસન

મિશેલ ઓવેન

PBKSની આ સિઝનમાં સૌથી મોટી તાકાત તેમનો ભારતીય કોર રહ્યો છે, બેટિંગ અને બોલિંગ બંનેમાં. જોકે, માર્કો જેનસનની ગેરહાજરી નીચલા ક્રમની બેટિંગ અને બોલિંગ ધારને અસર કરી શકે છે. શું કાયલ જેમીસન આ કમી પૂરી કરી શકશે? યુઝવેન્દ્ર ચહલ જે છેલ્લી બે લીગ મેચમાંથી બહાર હતો, તે પ્લેઓફ માટે ઉપલબ્ધ રહે તેવી અપેક્ષા છે.

સંભવિત પ્લેઈંગ ઈલેવન

1. પ્રિયાંશ આર્ય

2. પ્રભસિમરન સિંહ (વિકેટકીપર)

3. જોશ ઈંગ્લિસ

4. શ્રેયસ અય્યર (કેપ્ટન)

5. નેહલ વાઢેરા

6. શશાંક સિંહ

7. માર્કસ સ્ટોઇનિસ

8. અઝમતુલ્લા ઉમરઝાઈ

9. કાયલ જેમીસન

10. હરપ્રીત બ્રાર

11. અર્શદીપ સિંહ

12. યુઝવેન્દ્ર ચહલ

મુંબઈ ઈન્ડિયન્સ (MI): પ્લેઓફ માટે બહાર ખેલાડી

વિલ જેક્સ

રાયન રિકેલ્ટન

કોર્બિન બૉશ

વિગ્નેશ પુથુર

આ ખેલાડીઓને મળ્યું સ્થાન

જોની બેયરસ્ટો

ચારિથ અસલાંકા

રિચર્ડ ગ્લીસન

રઘુ શર્મા

ભલે MI પોતાની છેલ્લી ત્રણ મેચમાંથી બે હારી છે, પરંતુ તે હજુ પણ એક મજબૂત ટીમ છે. રાયન રિકેલ્ટન અને વિલ જેક્સની ગેરહાજરી ખાસ અસર નહીં કરશે. જોની બેયરસ્ટો ઓપનિંગ અને વિકેટકીપિંગ બંને કરી શકે છે. સૂર્યકુમાર યાદવને નંબર 3 પર મોકલી શકાય છે, જ્યારે ચારિથ અસલાંકા અથવા બેવન જેકબ્સ મિડલ ઓર્ડર સંભાળી શકે છે. અસલાંકા પાર્ટ-ટાઈમ સ્પિન બોલિંગ પણ કરી શકે છે.

સંભવિત પ્લેઈંગ ઈલેવન

1. રોહિત શર્મા

2. જોની બેયરસ્ટો (વિકેટકીપર)

3. સૂર્યકુમાર યાદવ

4. તિલક વર્મા

5. ચારિથ અસલાંકા / બેવન જેકોબ્સ

6. હાર્દિક પંડ્યા (કેપ્ટન)

7. નમન ધીર

8. મિશેલ સેન્ટનર

9. દીપક ચાહર

10. ટ્રેન્ટ બોલ્ટ

11. જસપ્રીત બુમરાહ

12. કર્ણ શર્મા