જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયર ઉલ્લંઘન, ભારતીય સૈન્ય જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે. આ ગોળીબારમાં ભારતીય સેનાના એક સૈનિકને ગોળી વાગી હતી અને તે શહીદ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે 7 મેના રોજ ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, ત્યારથી સરહદ પર સતત ગોળીબાર ચાલુ છે.
ભારતીય સેના દ્વારા નાગરિકોને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખતાં આતંકવાદીઓને જ નિશાન બનાવતું ઓપરેશન સિંદૂર હાથ ધરાયા બાદ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી. ગઈકાલે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આવેલી LOC ખાતે સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ઓછામાં ઓછા 15 નાગરિકોના મોત થયા છે. જ્યારે 43 જેટલા ઘાયલ થયા છે.
એકબાજુ પાકિસ્તાનના રક્ષા મંત્રી ભારત સામે કોઈ કાર્યવાહી ન કરવાની ખાતરી આપી રહ્યા છે, ત્યારે બીજી બાજુ પાકિસ્તાની સેના સળંગ 15મા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે. ઉલ્લેખનીય છે, પાકિસ્તાનના રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, જો ભારત આગળ કોઈ નવી કાર્યવાહી હાથ ન ધરે તો પાકિસ્તાન હુમલો કરશે નહીં.