Pahalgam Terror Attack : યુદ્ધ સમયે કરવામાં આવતા બ્લેકઆઉટ વિશે જાણો વિગતવાર…

યુદ્ધના સમયે બ્લેકઆઉટ (Blackout) કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ દુશ્મન દેશના વિમાનોને હુમલા માટે લક્ષ્યાંક ન મળે અને નાગરિકો-મહત્વના સ્થળો સલામત રાખવાનો છે.

  • યુદ્ધના સમયે Blackout કરવું બહુ પ્રચલિત છે
  • દુશ્મનના વિમાનો ઉપર હવામાંથી લક્ષ્યાંક ન જોઈ શકે એ માટે અંધારું રાખવામાં આવે છે
  • ઘર, માર્ગ, કારખાના, ફેક્ટરી, મોટી ઈમારતો, એરપોર્ટ, રેલવે સ્ટેશન, બાંધકામના સ્થળો વગેરે પર Blackout કરાય છે

યુદ્ધ દરમિયાન કે યુદ્ધની શરુઆતમાં બ્લેકઆઉટ (Blackout) કરવાની બહુ પ્રચલિત પરંપરા છે. બ્લેકઆઉટ એવી સ્થિતિ છે જેમાં શહેરના મકાન, રસ્તા, ઈમારતો, વાહનો, પુલ, એરપોર્ટ, રેલવે લાઈન વગેરે જેવા સ્થળોની તમામ લાઈટો સંપૂર્ણ બંધ (Lights off) કરવામાં આવે છે. દુશ્મનના વિમાનો ઉપર હવામાંથી લક્ષ્યાંક ન જોઈ શકે એ માટે અંધારું રાખવાનો મુખ્ય હેતુ હોય છે.

Blackout સંદર્ભે સાવચેતી

જયારે યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે સામાન્ય રીતે Blackout કરી દેવામાં આવે છે. જેમાં ઘરની લાઈટો સદંતર બંધ (Lights off) રાખવી અથવા ઘાટા પડદાથી ઢાંકી દેવી. માર્ગ-રસ્તાની લાઈટો સંપૂર્ણપણે બંધ કરી દેવી. વાહનોની હેડલાઈટ પણ સદંતર બંધ રાખવાની સૂચના આપવામાં આવે છે. કારખાના, ફેક્ટરી, મોટી ઈમારતો, એરપોર્ટ, રેલવે સ્ટેશન, બાંધકામના સ્થળો વગેરે જેવા મહત્વના સ્થળોએ પણ લાઈટો બંધ કરી દેવામાં આવે છે. Blackout વખતે સામાન્ય રીતે નાગરિકોને ઘર કે બંકરની અંદર રહેવાની સૂચના આપવામાં આવે છે. મીડિયા પર સેન્સરશીપ લાદી દેવામાં આવે છે જેથી દુશ્મનને કોઈ માહિતી મળે નહીં.

Blackoutનો ફાયદો

યુદ્ધ દરમિયાન જ્યારે એરસ્ટ્રાઈક (Airstrike) કરવામાં આવે ત્યારે હવામાંથી દુશ્મનના વિમાનો ધરતી પર ટાર્ગેટ નક્કી કરે છે. ટાર્ગેટ નક્કી કરવા માટે ધરતી પર રહેલ સ્થળોની લાઈટો બહુ મોટી ભૂમિકા ભજવે છે. તેથી જો Blackout હોય તો દુશ્મનના વિમાન સરળતાથી ટાર્ગેટ નક્કી કરી શકતા નથી. સદંતર અંધારુ એટલે કે કમ્પલીટ Blackout કરવાથી હવાઈ હુમલાનો ખતરો ઓછો થાય છે અને નાગરિકોના જીવ બચાવી શકાય છે. તેમજ જાન-માલનું નુકસાન થતું અટકાવી શકાય છે.

30 મિનિટનો Blackout

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ સંદર્ભે પંજાબના ફિરોઝપુર કેન્ટોનમેન્ટ બોર્ડ (Ferozepur Blackout Drill) એ 4 મે 2025, રવિવારના રોજ 30 મિનિટ માટે બ્લેકઆઉટનો અભ્યાસ કર્યો હતો. Blackout અભ્યાસ રાત્રે નવ વાગ્યાથી સાડા નવ વાગ્યા સુધી કેન્ટોનમેન્ટ વિસ્તારમાં કરવામાં આવ્યો. આ અભ્યાસનો ઉદ્દેશ્ય યુદ્ધના ખતરા દરમિયાન બ્લેકઆઉટ પ્રક્રિયાઓને લાગુ કરવાની તૈયારી અને અસરકારકતા સુનિશ્ચિત કરવાનો છે. આ અભ્યાસને સફળ બનાવવા માટે તમારો સહકાર અને સમર્થન મહત્વપૂર્ણ છે.

બ્રિટનમાં અગાઉ કરાયા હતા બ્લેકઆઉટ

બીજું વિશ્વ યુદ્ધ (World War II) દરમિયાન નાઝી જર્મનીના વિમાનો લંડન સહિત બ્રિટનના મોટા શહેરો પર હવાઈ હુમલાઓ કરતા હતા. ઈંગ્લેન્ડના લંડન શહેરમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યા હતા. જેમાં દરેક નાગરિકે રાત્રે ઘરની લાઈટ સંપૂર્ણ રીતે બંધ રાખવી ફરજિયાત હતી. ઘરની બારીઓ પર કાળા પડદા લગાવવામાં આવતા કે રોશની બહાર ન જાય. રસ્તા ઉપરની સ્ટ્રીટલાઈટો સંપૂર્ણ બંધ રાખવામાં આવી હતી. વાહનોમાં ખાસ પ્રકારની હેડલાઈટ કવર લગાવવામાં આવતા હતા કે જે માત્ર જમીન પર જ પ્રકાશ પાડે. પેટ્રોલપંપ, દુકાનો અને સ્ટેશનોએ પણ આખી રાત અંધારુ રાખવું ફરજિયાત કરાયું હતું. પોલીસ અને વોલન્ટિયર્સ ઘરો અને રસ્તાઓનું નિરીક્ષણ કરતા અને નિયમ ભંગ કરવા પર દંડ પણ લગાડતા હતા. ભારતમાં પણ આ અગાઉ મોક ડ્રીલ પ્રકારનો અભ્યાસ 1971માં કરવામાં આવ્યો હતો. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. Pahalgam Terror Attack બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. આવા સમયે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી નિર્દેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે.