પૂર્વ મિસ વર્લ્ડ કન્ટેસ્ટન્ટનું 26 વર્ષની ઉંમરે નિધન
2015માં મિસ વર્લ્ડ સ્પર્ધામાં ઉરુગ્વેનું પ્રતિનિધિત્વ કરનાર શેરિકા ડી આર્માસનું નિધન થયું છે. ન્યૂયોર્ક પોસ્ટના એક અહેવાલ મુજબ, શેરિકા ડી આર્માસનું સર્વાઇકલ કેન્સર સામેની લડાઈ બાદ 26 વર્ષની વયે 13 ઓક્ટોબરે અવસાન થયું હતું. ડી આર્માસે કીમોથેરાપી અને રેડિયોથેરાપી સારવાર લીધી હતી.
ડી આર્માસના મૃત્યુથી ઉરુગ્વે અને સમગ્ર વિશ્વમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેના ભાઈ, મયક ડી આર્માસે સોશિયલ મીડિયા પર કહ્યું, “હંમેશા ઉંચી ઉડાન ભરો, નાની બહેન. …” મિસ યુનિવર્સ ઉરુગ્વે 2022 કાર્લા રોમેરોએ શોક વ્યક્ત કર્યો કે ડી આર્માસ “આ દુનિયા માટે ખૂબ મોટી થઈ ગઈ હતી..
2015માં ચીનમાં યોજાયેલી મિસ વર્લ્ડ સ્પર્ધામાં 26 વર્ષની શેરિકા ડી આર્માસ ટોપ 30માં નહોતી. તે સમયે નેટયુરુગ્વે સાથેના એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, “હું હંમેશા મોડલ બનવા માંગતી હતી, પછી તે બ્યુટી મોડલ હોય, એડ મોડલ હોય કે કેટવોક મોડલ હોય. મને ફેશન સાથે જોડાયેલી દરેક વસ્તુ ગમે છે.