ગુજરાતના ખેડૂતો થઇ જજો સાવચેત! આજથી 8 મે સુધી કમોસમી વરસાદની આગાહી

આજે 5મી થી 8 મે સુધીમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં 60 કિમીની ઝડપે ફૂંકાઇ શકે છે પવન

 ઉનાળાની અંગ દઝાડતી ગરમી વચ્ચે હવે કમોસમી વરસાદને લઈ આગાહી સામે આવી છે. વાસ્તવમાં આજથી 8 મે સુધી રાજ્યમાં પ્રિ-મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઈ યેલો અલર્ટ અપાયું છે. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આજથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, 5 અને 6 મેના રોજ કરા અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, તો 7 અને 8 મેના રોજ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 10 મે બાદ ગુજરાતમાં તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે. વધુમાં કહ્યું કે, ઉત્તર ગુજરાત, કચ્છ તથા મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના હવામાનમાં પલટો આવી શકે છે. 25 મેથી 4 જૂન સુધી વાવાઝોડાની પણ આગાહી કરાઇ છે.

ગુજરાતના હવામાનમાં પલટો આવશે. માહિતી અનુસાર 3 મે થી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠું થશે. કચ્છ અને બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. 3 મે થી 10 મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈ આગાહી કરી છે. જેમાં આગામી 5થી 8 મે સુધીમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ પડી શકે છે. વિગતો મુજબ ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ સાથે કચ્છ, ઉત્તર પ્રદેશમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ પડવાની સંભાવના તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. મે મહિનામાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરાઇ છે. આ સાથે 11થી 20 મે સુધીમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે.