પેટ્રોલ-ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો, ગભરાટમાં સ્ટોક કરવાની જરૂર નથી: ઈન્ડિયન ઓઇલની અપીલ

ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે, દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને LGPનો પર્યાપ્ત ભંડાર છે
ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે, દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને LGPનો પર્યાપ્ત ભંડાર છે, જે માટે કોઈપણ પ્રકારની ગભરાહટમાં ખરીદી કરી સ્ટોક કરવાની જરૂર નથી. ઈન્ડિયન ઓઇલની સપ્લાઇ લાઈન સરળતાથી કામ કરી રહી છે અને તમામ આઉટલેટ્સ પર ઈંધણ અને LGPની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. કંપનીએ શુક્રવારે, 9 મે સવારે 5:15 વાગ્યે સત્તાવાર એક્સ એકાઉન્ટ પર આ વિશે જાણકારી આપી હતી.

ગભરાહટમાં ખરીદી કરવાનું ટાળો
ઈન્ડિયન ઓઇલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘#IndianOil પાસે દેશભરમાં ઈંધણનો પર્યાપ્ત જથ્થો છે અને અમારી સપ્લાઇ લાઇન સરળતાથી કામ કરી રહી છે. ગભરાહટમાં ખરીદી કરવાની જરૂર નથી. ઈંધણ અને LGP અમારા તમામ આઉટલેટ્સ પર સરળતાથી ઉપલબ્ધ છે. અમારી શ્રેષ્ઠ સેવા માટે શાંત રહો અને અનાવશ્યક ભીડથી બચો. જેનાથી અમારી સ્પાલાઇ લાઈન કોઈપણ અડચણ વિના ચાલતી રહે અને તમામ સુધી ઈંધણ પહોંચી શકે.’
ઈન્ડિયન ઓઇલની લોકોને અપીલ
ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભારતની સૌથી મોટી તેલ કંપનીમાંથી એક છે, જે તેલ, ગેસ, પેટ્રોકેમિકલ્સ અને વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતના ક્ષેત્રે કામ કરે છે. આ મેસેજ દ્વારા ઈન્ડિયન ઓઇલે ન ફક્ત પોતાની તૈયારી દર્શાવી છે પરંતુ, દેશવાસીઓને એકજૂટતા અને સમજદારીની અપીલ પણ કરી છે, જેથી સપ્લાઇ ચેન પ્રભાવિત ન થાય અને તમામને જરૂરી સંસાધન મળતા રહે.