ગુજરાતના વાતાવરણમાં પલટો, અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
સોમવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવ, કચ્છમાં માવઠાની આગાહી છે. મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અને વીજળીના કડાકા અને ભડાકા વરસાદ વરસ્યો છે..મોડી રાત્રે મહેસાણા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.જિલ્લાના અનેક ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે આગામી છ દિવસ સુધી હવામાન વિભાગે રાજ્યમાં વાતાવરણ પલટાની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરેલી છે.
આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લા અને મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે.. મહીસાાગરના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તો બનાસકાંઠાના વડગામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સોમવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવ, કચ્છમાં માવઠાની આગાહી છે. મંગળવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી અને કચ્છમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, 5 મે સુધી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં હળવો વરસાદ થઇ શકે છે. 4 મેના રોજ ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો અને બિહારના કેટલાક વિસ્તારોમાં ભારે વાવાઝોડા અને કરા પડવાની પણ શક્યતા છે. રાજધાની દિલ્હી અને NCR માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
શુક્રવારે ગાંધીનગરમાં 43.5. ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 43.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 42ની આસપાસ રહેશે. ત્યારબાદ 6 મે બાદ તાપમાન 40 ડિગ્રીથી નીચે જતાં ગરમીમાં સાધારણ ઘટાડો થઈ શકે છે.