અજય દેવગણની ‘રેઇડ-2’ બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો 2 દિવસની કમાણીનો આંકડો?

આ ફિલ્મ 2018 ની હિટ ફિલ્મ રેઇડની સિક્વલ છે, જેમાં અજય દેવગન સાથે સૌરભ શુક્લા અને રિતેશ દેશમુખ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાજ કુમાર ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે અને તે 2025 ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે
બોલિવૂડ સ્ટાર અજય દેવગણે ફરી એક વખત IRS ઓફિસર અમર પટનાયકના રૂપમાં રેઇડ-2માં નજર આવે છે. આ ફિલ્મ 1 મે 2025ના રિલીઝ થઇ છે.
આ ફિલ્મ 2018 ની હિટ ફિલ્મ રેઇડની સિક્વલ છે, જેમાં અજય દેવગન સાથે સૌરભ શુક્લા અને રિતેશ દેશમુખ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાજ કુમાર ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે અને તે 2025 ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. તેના બે દિવસની કમાણીનો આંકડો પણ સામે આવી ગયો છે.

સેકેનિલ્કના એક અહેવાલ મુજબ, રેડ 2 એ તેના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર લગભગ 18.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મમાં અજય દેવગનની અમય પટનાયક અને રિતેશ દેશમુખના વિલન દાદા મનોહર ભાઈ વચ્ચેની ટક્કર છે. આ ફિલ્મ 2 કલાક 30 મિનિટ લાંબી છે અને દેશભરમાં લગભગ 4,000 સ્ક્રીન પર રિલીઝ થઈ છે.
દિવસ 1: 18.25 કરોડ રૂપિયા
દિવસ 2: 12,75 કરોડૂ રુપિયા
કુલ રૂ. 31 કરોડ રૂપિયાનુ થયુ કલેક્શન
આ ફિલ્મે અજય દેવગનની આઝાદને પાછળ છોડી દીધી છે, જેનું આજીવન કલેક્શન 7 કરોડ રૂપિયા હતું. ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા દર્શકોએ ફિલ્મની વાર્તા અને અજય દેવગનના અભિનયની પ્રશંસા કરી છે. તે જ સમયે, કેટલાક લોકો તેને સામાન્ય કહેતા જોવા મળ્યા.
અજય દેવગન ઉપરાંત ફિલ્મમાં રિતેશ દેશમુખ, વાણી કપૂર, સૌરભ શુક્લા જેવા કલાકારો છે. રેઇડ 2માં તમન્ના ભાટિયા અને જેક્લીન ફર્નાન્ડીઝનો ખાસ આઇટમ નંબર પણ છે. ભારતમાં રેડની ચોખ્ખી કમાણી ₹103 કરોડ હતી. એવી અપેક્ષા છે કે રેઇડ 2 આ ફિલ્મની સફળતાને વધુ આગળ લઈ જશે.
‘રેઇડ 2’ એ ‘રેટ્રો’, ‘કેસરી 2’ અને ‘હિટ 3’ જેવી ફિલ્મો તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ નિર્માતા ભૂષણ કુમાર માને છે કે આ ફિલ્મ હટકે છે અને તે સારી કમાણી કરશે.