NEETની પરીક્ષાને લાગ્યું કૌભાંડનું કલંક! કરોડો રૂપિયા લઇને વધુ માર્ક્સ અપાતા હોવાનું ષડયંત્ર

આ વર્ષે આવતીકાલે તા.04 મે 2025ના (રવિવાર)ના રોજ આ પરીક્ષા યોજાવાની છે, તેના પહેલા NEETની પરીક્ષામાં 650થી વધુ માર્ક્સ અપાવી દેવાનું ષડયંત્ર સામે આવ્યું છે.
વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પ્રતિવર્ષ NEETની પરીક્ષા યોજવામાં આવે છે. આ વર્ષે આવતીકાલે તા.04 મે 2025ના (રવિવાર)ના રોજ આ પરીક્ષા યોજાવાની છે, તેના પહેલા NEETની પરીક્ષામાં 650થી વધુ માર્ક્સ અપાવી દેવાનું ષડયંત્ર સામે આવ્યું છે.
75 લાખથી 1 કરોડમાં 650થી વધુ માર્ક્સ અપાવી દેવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં આવ્યા છે. અત્રે જણાવીએ કે, રાજકોટના વાલીને અમદાવાદ બોલાવી લાલચ આપી હતી. વાલીને ટોળકીના વચેટિયાએ હોટેલમાં કરેલી ડીલની વિગતો મળી આવી છે. જેમાં આવતીકાલે લેવાનારી NEETની પરીક્ષામાં માર્ક્સ અપાવી દેવાની ગેરંટી અપાઈ છે. પરીક્ષામાં 85 વિદ્યાર્થીને 650+ માર્ક્સ અપાવી દેવાની ગેરંટી આપવામાં આવી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો સુધી નેટવર્ક ફેલાયેલું છે.

વિદ્યાર્થીઓના આધારકાર્ડ 5 મહિના પહેલા અન્ય રાજ્યના બનાવી દેવાયા છે તેમજ દલાલ અને રાજકોટના વાલીનો આડિયો પણ મળ્યો છે. માર્ક્સ અપાવી દેવાના ષડયંત્રની નિવૃત જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ મળી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાં નેટવર્ક ફેલાયેલું હોવાની આશંકા છે
- હવે NEETની પરિક્ષામાં પણ કૌભાંડ?
- શું હવે મેડિકલના મહેનતુ વિદ્યાર્થીઓ સાથે પણ થશે અન્યાય?
- દેશની ટોચની પરીક્ષામાં પણ વધુ માર્કની ગેરંટી દર્શાવે છે ઉચ્ચ અધિકારીઓની સંડોવણી?
- કોની રહેમ નજર હેઠળ ચાલે છે ષડયંત્ર?
- કોની સંડોવણીથી વિદ્યાર્થીઓને વધુ માર્ક્સ આપવાની ગેરંટી?