ભારતે સ્વદેશી કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ ‘ભાર્ગવાસ્ત્ર’નું સફળ પરીક્ષણ કર્યું, જાણો કેટલું છે શક્તિશાળી

India Defence System ‘Bhargavastra’ : ઝૂંડમાં આવતા ડ્રોન અને માઈક્રો ડ્રોન હુમલાનો સરળતાથી સામનો કરી શકે તે માટે ભારતે અત્યાધુનિક સ્વદેશી ‘ભાર્ગવાસ્ત્ર’ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ઓડિશાના ગોપાલપુર સ્થિત સીવર્ડ ફાયરિંગ રેંજમાં આજે (14 મે) ચાર વખત પરીક્ષણ કરાયું હતું, જેમાં ચારેયમાં સફળતા મળી છે. સોલર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ (SDAL) ડિઝાઈન કરાયેલા આ રૉકેટની સફળતા ભારત માટે એક મોટી ઉપલબ્ધિ છે.

માઈક્રો રૉકેટનું ત્રણ વખત પરીક્ષણ કરાયું
ગોપાલપુરમાં આર્મી એર ડિફેન્સના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ ‘ભાર્ગવાસ્ત્ર’ દ્વારા ત્રણ પરીક્ષણ કરવામાં આવ્યા છે. પ્રથમ બે પરીક્ષણમાં સિસ્ટમ દ્વારા એક-એક રોકેટ ઝીંકવામાં આવ્યા હતા, જ્યારે અન્ય સેલ્વો મોડમાં બે સેકન્ડની અંદર બે રોકેટ ઝીંકવામાં આવ્યા હતા, જેમાં ચારેય પરીક્ષણ માં સફળતા મળી ગઈ છે અને જરૂરી લૉન્ચ પેરામીટર મેળવી લીધા છે.
ભાર્ગવાસ્ત્ર ખાસીયત
ભાર્ગવાસ્ત્ર એક બહુ-સ્તરીય એન્ટી-ડ્રોન સિસ્ટમ છે, જે નાના અને ઝડપી આવતા ડ્રોનોને સરળતાથી શોધી, તેને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. તેનામાં છથી 10 કિલોમીટ દૂર નાના ડ્રોનને ઓળખી કાઢવાની પણ ક્ષમતા છે. ભાર્ગવાસ્ત્વમાં રડાર, ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ-ઈન્ફ્રારેડ સેન્સર અને આરએફ રિસીવર સામેલ છે, તેથી તે 2.5 કિલોમીટર દૂરના ડ્રોનનો પણ ખાતમો બોલાવી શકે છે.