MP Minister: કર્નલ સોફિયા પર વિવાદાસ્પદ નિવેદન, મંત્રી સામે FIR નોંધવા આદેશ

મધ્યપ્રદેશના ભાજપ મંત્રી વિજય શાહનો પડશે વારો! હાઈકોર્ટે સંજ્ઞાન લઇ 4 કલાકમાં FIRનો કર્યો આદેશ મધ્યપ્રદેશ પોલીસ વડાને 4 કલાકમાં FIRનો કર્યો આદેશ ભાજપના ધારાસભ્ય અને મંત્રી વિજય શાહે કર્યો હતો બફાટ ઓપરેશન સિંદૂર વિશે સંબોધન કરવા જતાં ભૂલ્યાં…

  • મધ્યપ્રદેશના ભાજપ મંત્રી વિજય શાહનો પડશે વારો!
  • હાઈકોર્ટે સંજ્ઞાન લઇ 4 કલાકમાં FIRનો કર્યો આદેશ
  • મધ્યપ્રદેશ પોલીસ વડાને 4 કલાકમાં FIRનો કર્યો આદેશ
  • ભાજપના ધારાસભ્ય અને મંત્રી વિજય શાહે કર્યો હતો બફાટ
  • ઓપરેશન સિંદૂર વિશે સંબોધન કરવા જતાં ભૂલ્યાં ભાન
  • જિન્હોને હમારી બહેનો કે સિંદૂર ઉજાડે…!: વિજય શાહ
  • હમને ઉન્હી કી બહેન ભેજકર ઐસી તૈસી કર દી: વિજય શાહ
  • રાજનીતિના સૌથી વરવા ચરિત્રના વરવો ચહેરા વિરુદ્ધ FIR

MP Minister: મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહ (Vijay Shah)દ્વારા કર્નલ સોફિયા (Sofia Qureshi)પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન(Controversial Statement) પર મધ્યપ્રદેશ હાઈકોર્ટે (High Court)કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે કર્નલ સોફિયા કુરેશી પર વિવાદાસ્પદ નિવેદન આપવાને લઈને વિજય શાહ વિરુદ્ધ 4 કલાકની અંદર FIR નોંધવા માટે આદેશ આપ્યો છે. ન્યાયાધીશ અતુલ શ્રીધરની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP)ને આદેશ આપતાં સ્પષ્ટ કર્યું કે વિજય શાહ સામે તાત્કાલિક FIR નોંધવામાં આવે.

શું કહ્યું હતું કેબિનેટ મંત્રી વિજય શાહે?

કોર્ટે આ મામલે રાજ્યના એડવોકેટ જનરલ પ્રશાંત સિંહને પણ કડક સૂચનાઓ આપી છે અને કહ્યું છે કે કોઈપણ પરિસ્થિતિમાં FIR નોંધવી જ જોઈએ. હાઈકોર્ટે કહ્યું છે કે કેસની આગામી સુનાવણી સોમવારે સવારે થશે. કોર્ટના આ આદેશ બાદ રાજ્ય વહીવટીતંત્ર અને પોલીસ વિભાગમાં ઘણી ગતિવિધિઓ જોવા મળી રહી છે. કેબિનેટ મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશીનું નામ લીધા વિના એક સભામાં પાકિસ્તાની આતંકવાદીઓ વિશે કહ્યું હતું કે ‘અમે તેમની બહેનને મોકલીને તેમને માર માર્યો.’ હવે આ નિવેદનને કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે.

વિજય શાહે પોતાના વિવાદાસ્પદ નિવેદન બદલ માગી માફી

વિજય શાહે આ વિવાદસ્પદ નિવેદન બાદ માફી પણ માગી છે અને કહ્યું કે ‘મારા સપનામાં પણ હું કર્નલ સોફિયા બહેન વિશે ખોટું વિચારી શકતો નથી. હું સેનાનું કોઈ અપમાન કરવાનું વિચારી પણ શકતો નથી. બહેન સોફિયાએ જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને દેશની સેવા કરી અને આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો છે, હું તેમને સલામ કરું છું. મારી કૌટુંબિક પૃષ્ઠભૂમિ પણ સેના સાથે સંબંધિત છે. આતંકવાદીઓ દ્વારા જેમના સિંદૂરનો નાશ કરવામાં આવ્યો હતો, તેમની પીડાને ધ્યાનમાં રાખીને મેં આ નિવેદન આપ્યું હતું. જો ઉત્તેજનામાં મારાથી કંઈક ખોટું નીકળ્યું હોય તો હું તેના માટે માફી માગુ છું.