Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વાંચો સંપૂર્ણ કાર્યક્રમ

ગાંધીનગર (Gandhinagar) અને અમદાવાદમાં (Ahmedabad) કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

  1. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે (Amit Shah in Gujarat)
  2. 17 અને 18 મેનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે
  3. ગાંધીનગર, અમદાવાદમાં કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
  4. AMC નાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાત લેશે. 17 અને 18 મેનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે અને ગાંધીનગર (Gandhinagar) અને અમદાવાદમાં (Ahmedabad) કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં (AMC) વિવિધ વિસ્તારનાં વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

17 અને 18 મેનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે

પ્રાપ્ત માહિતી અનુસાર, 17 અને 18 મેનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે (Amit Shah in Gujarat) અને ગાંધીનગર અને અમદાવાદમાં કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં AMC નાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી રૂ. 117 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલા પલ્લવ બ્રિજનું (Pallav Bridge) લોકાર્પણ કરશે. ઉપરાંત, ચાંદલોડિયા વોર્ડમાં 14.71 કરોડનાં ખર્ચે તૈયાર થયેલ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું લોકાર્પણ કરશે.

ગાંધીનગર, અમદાવાદમાં કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

ગુજરાત મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જોધપુર વોર્ડમાં રૂ. 9.14 કરોડનાં ખર્ચે તૈયાર નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. RTO સર્કલ ખાતે 25 લાખનાં ખર્ચે નવા બનેલા પિંક ટોયલેટનું લોકાર્પણ અને રેલવે તથા ફ્લાય ઓવરબ્રિજ નીચે બિનઉપયોગી એરિયાને ડેવલોપમેન્ટ કરી સ્પોર્ટ્સ એક્ટિવિટી બનાવવાનાં રૂ. 37.63 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત, ચીમનભાઈ પટેલ રેલવે બ્રિજ (Chimanbhai Patel Railway Bridge) સમાંતર નવો થ્રી લેન રેલવે ઓવરબ્રિજ બનાવવાનાં તથા સુભાષબ્રિજ તરફ એક પાંખ ઉતારવાનાં 237.32 કરોડનાં કામનું ખાતમુહૂર્ત કરશે. આ સિવાય, સરખેજ વોર્ડમાં (Sarkhej Ward) 5.36 કરોડના ખર્ચે રેન બસેરા બનાવવાનું કામ, સરખેજ વોર્ડમાં 10.29 કરોડના ખર્ચે સ્કૂલ બનાવવાનું કામ અને ચાંદલોડીયા વોર્ડમાં મોર્ડન સ્કૂલ બનાવવાના રૂ.8.03 કરોડના કામનું ખાતમુહૂર્ત કરશે.