ભારતે પાકિસ્તાનમાં 200 કિમી અંદર 6 સૈન્ય ઠેકાણા ધ્વસ્ત કર્યા, જુઓ લિસ્ટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન ભારતીય સેનાએ જણાવ્યું કે, પાકિસ્તાન સેનાના અગ્રીમ વિસ્તારમાં સેનાની તૈનાતી વધારવામાં આવી રહી છે, જે સ્થિતિને ભડકાવવાનો પ્રયાસ કરે છે. સાથે જ સામાન્ય નગરિકો અને સૈન્ય ઠેકાણાને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. શુક્રવારે રાત્રે 1:40 વાગ્યે પાકિસ્તાની હાઇસ્પિડ મિસાઇલ પંજાબના એસબેઝ સ્ટેશન પર છોડવામાં આવી હતી, જેને નષ્ટ કરી દેવામાં આવી છે. ત્યારબાદ ભારતીય વાયુસેનાના ફાઈટર વિમાનોએ પાકિસ્તાનની 6 જગ્યાએ હુમલા કર્યા. આ હુમલામાં પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે. પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરૈશીએ પાકિસ્તાન પર ભારત વિશે ફેક ન્યૂઝ ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો. આ દરમિયાન કર્નલ સોફિયા કુરૈશીએ એક-એક કરી પાકિસ્તાનના ખોટા દાવાની પોલી ખોલી હતી.
પાકિસ્તાની સેનાએ વધારી સૈનિકોની તૈનાતી
કર્નલ સોફિયા કુરૈશીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, ‘પાકિસ્તાને બોર્ડર પર તેજીથી ગોળીબાર શરૂ રાખ્યો છે. ડ્રોન અને ફાઇટર જેટનો ઉપયોગ કરી નાગરિકો અને સૈન્ય ઠેકાણાને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. ભારતે જવાબી હુમલા કર્યા છે. પાકિસ્તાની સેનાએ અગ્રીમ વિસ્તારમાં સૈનિકોની તૈનાતી વધારી છે, જે સ્થિતિને વધુ ભડકાવવાનો પ્રયાસ કરે છે. ભારતે અત્યાર સુધી સંયમ સાથે પાકિસ્તાની દરેક હરકતોનો વળતો જવાબ આપ્યો છે. ભારતીય સેના તણાવ વધારવા નથી ઇચ્છતી પરંતુ શરત એટલી જ છે કે સામે પાકિસ્તાન પણ આવું જ વલણ અપનાવે.’
ભારતીય વિમાને પાકિસ્તાનની 6 જગ્યાએ કર્યો હુમલો
પાકિસ્તાનના હુમલાનો ભારતે સુનિયોજિત જવાબ રૂપે રડાર સાઇટ, હથિયાર ભંડારને નિશાનો બનાવવામાં આવ્યો છે. જેમાં રફિકી, મુરીદ, ચકલાલા, રહીમ યાર ખાન, સુક્કૂર, ચુનિયાનમાં પાકના સૈન્ય ઠેકાણા પર એર લોન્ચ અને ફાઈટર જેટ પર પ્રહાર કર્યા છે. પરસૂર રડાર સાઇટ અને સિયાલકોટના એવિએશન બેઝને ભારતીય સેનાએ ટાર્ગેટ કર્યું. આ કાર્યવાહી ઓછામાં ઓછા કોલેટ્રલ ડેમેજની સાથે કરવામાં આવી હતી. પાકિસ્તાને લાહોરમાં ઉડાન ભરનારા નાગરિક વિમાનોની આડમાં આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગનો દુરુપયોગ કર્યો જેથી તે પોતાની ગતિવિધિઓને સંતાડી શકે. આવી ચાલને ભારતીય વાયુ પ્રતિરક્ષા તંત્રને વધુમાં વધુ સંયમ સાથે કાર્ય કરવા મજબૂર કર્યું.
આ સૈન્ય ઠેકાણા પર કરી જવાબી કાર્યવાહી
ચકલાલા | (LoCથી 100 કિ.મી.) |
મુરિદ | (LoCથી 160 કિ.મી.) |
રફિકી | (ફલિઝ્કાથી 175 કિ.મી.) |
રહીમ યાર ખાન | (જેેસલમેરથી 180 કિ.મી.) |
સુક્કૂર | (જેેસલમેરથી 225 કિ.મી.) |
ચુનિયાંન | (ફિરોઝપુરથી 62 કિ.મી.) |
પરસૂરની રડાર સાઇટ | (ગુરૂદાસપુર 75 કિ.મી.) |
સિયાલકોટ એવિએશન બેઝ | (સાંબાથી 55 કિ.મી.) |