ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી મને જણાવતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે
ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ દાવો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી મને જણાવતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે.’ હું બંને દેશોને એક સમજદારીભર્યો નિર્ણય લેવા બદલ અભિનંદન આપું છું.

પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે કહ્યું, ‘પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમત થયા છે.’ પાકિસ્તાન હંમેશાં તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે.
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે “છેલ્લા 48 કલાકમાં, વાઇસ પ્રેસિડન્ટ વેન્સ અને મેં સિનિયર ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સાથે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહબાઝ શરીફ, વિદેશ મંત્રી એસ. જયશંકર, આર્મી ચીફ ઑફ સ્ટાફ આસિમ મુનીર, અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ અને આસિમ મલિકનો, સંપર્ક કર્યો છે. મને જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાનની સરકારોએ તાત્કાલિક યુદ્ધવિરામ અને તટસ્થ સ્થળે વ્યાપક મુદ્દાઓ પર વાતચીત શરૂ કરવા માટે સહમતિ દર્શાવી છે. અમે વડાપ્રધાન મોદી અને શરીફની શાણપણ, સમજદારી અને રાજનીતિમાં શાંતિનો માર્ગ પસંદ કરવા બદલ પ્રશંસા કરીએ છીએ.”