ભારતીય રેલવે વિભાગ જમ્મુ અને ઉધમપુરથી દિલ્હી માટે વિશેષ ટ્રેન દોડાવશે

INDIAN RAILWAY : વિતેલા કેટલાક દિવસથી રોજ પાકિસ્તાન કોઇને કોઇ રીતે ભારતને નુકશાન પહોંચાડવાનું કાવતરું કરી રહ્યું છે, જેમાં નિષ્ફળ રહ્યું છે

  • ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો
  • ભારતીય સેના દ્વાર દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપવાનું જારી
  • આ વચ્ચે ભારતીય રેલવે વિભાગ દ્વારા ત્રણ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી
  • આ સાથે જ બે ટ્રેનોના રૂટને ટુંકાવી દેવામાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું

INDIAN RAILWAY : ભારત અને પાકિસ્તન વચ્ચે તણાવભર્યા સંબંધો (INDIA – PAKISTAN TENSION) વચ્ચે ભારતીય રેલવે (INDIAN RAILWAYS) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે વિભાગ દ્વારા જમ્મુ અને ઉધમપુરથી દિલ્હી માટે વિશેષ ટ્રેનો (SPECIAL TRAINS) દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે બં ટ્રેનોના રૂટને ટુંકાવી દેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ભારતીય રેલવે દ્વારા સમય, સંજોગ અને પરિસ્થિતીને ધ્યાને રાખીને આ મહત્વનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

દુશ્મન દેશ સાથેના સંબંધોમાં ખટાશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો

પહલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતે વળતી કાર્યવાહીમાં ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યું હતું. તે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ આવ્યો છે. વિતેલા કેટલાક દિવસથી રોજ પાકિસ્તાન કોઇને કોઇ રીતે ભારતને નુકશાન પહોંચાડવાનું કાવતરું કરી રહ્યું છે. જેનો ભારતીય સેના અને સુુરક્ષા પ્રણાલી દ્વારા ધ્વસ્ત કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે વર્તમાન સ્થિતીને ધ્યાને રાખીને ભારતીય રેલવે દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર, જમ્મુ અને ઉધમપુરથી દિલ્હી માટેની ત્રણ ખાસ ટ્રેન દોડાવવામાં આવનાર છે. દુશ્મન દેશ સાથેના સંબંધોમાં ખટાશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ટ્રેનોના રૂટને ટુંકાવી દેવાયો

આ સાથે જ અમદાવાદ – ભૂજ ટ્રેન અને ભૂજ ગાંધીધામ નમો ભારત રેપીડ રેલને ટુંકાવી દેવામાં આવી હોવાનો નિર્ણય લેવાયાનું જાણવા મળી રહ્યું છે. હાલની સ્થિતીને ધ્યાને રાખીને ભારતીય રેલવે દ્વારા આગામી સમયમાં પણ મહત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ આ તબક્કે નકારી શકાય તેમ નથી.