આવતીકાલે જાહેર થશે ધો. 10નું પરિણામ, વોટ્સએપ નંબર 6357300971 પર પણ જાણી શકાશે

ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10નું પરિણામ આવતીકાલે (8 મે 2025) સવારે 08:00 કલાકે જાહેર થશે
ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10નું પરિણામ આવતીકાલે (8 મે 2025) સવારે 08:00 કલાકે જાહેર થશે. જેની જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.08/05/2025ના રોજ સવારે 08.00 કલાકે જાહેર કરવામાં આવશે.

ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.૦૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે.
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે