‘રેડ 2’એ ‘કેસરી 2’ અને ‘જાટ’ને પછાડી, ત્રીજા દિવસે કરી આટલા કરોડની કમાણી

અજય દેવગણ અને રિતેશ દેશમુખની ફિલ્મ ‘રેડ2’ને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 1 મે ના રોજ રીલીઝ થયેલી ફિલ્મે શનિવાર એટલે કે 3 દિવસમાં તગડી કમાણી કરી છે.

અજય દેવગણની ફિલ્મ ‘રેડ 2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં વધારો જોવા મળ્યો હતો. અજય દેવગણની રેડ 2 રીલીઝ થઈ એ પહેલાથી જ લોકો તેની રાહ જોઈ રહ્યા હતા તેવામાં ફિલ્મને એક દિવસ પહેલા જ એટલે કે ગુરુવારે રીલીઝ કરાઇ હતી. ફિલ્મે 2 દિવસમાં સારી ઓપનિંગ મેળવી હતી અને ત્રીજા દિવસે પણ કમાણીનો દોર ચાલુ છે. જો રવિવારે પણ ફિલ્મ સારી કમાણી કરે છે તો ફિલ્મ રિલિઝન માત્ર 4 દિવસમાં જ સારી એવી કમાણી કરી લેશે. ત્યારે ચાલો જોઈએ કે ફિલ્મે 3 દિવસમાં કુલ કેટલી કમાણી કરી છે.

રેડ 2 એ ત્રીજા દિવસે 18 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મના ત્રીજા દિવસના કલેક્શનના આંકડા હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ જો ફિલ્મ ત્રીજા દિવસે 18 કરોડ રૂપિયાની કમાણી કરી હોય તો ફિલ્મનું કુલ કલેક્શન 49.25 કરોડ રૂપિયા થઈ જશે. પહેલા દિવસે Raid 2 એ 19.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. પછી બીજા દિવસે ફિલ્મે 12 કરોડ રૂપિયાની કમાણી કરી.

આ ફિલ્મને આમ તો મિક્સ રિપસોનસ મળ્યો છે પણ ફેન્સે તો ખૂબ પસંદ આવી રહી છે. આ ફિલ્મે કેસરી 2 અને જાટ જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. જાટે ત્રણ દિવસમાં 26.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે કેસરી 2 એ 29.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

‘જાટ’એ 9.5 કરોડની ઓપનિંગ કરી હતી. બીજા દિવસે તેણે 7 કરોડ અને ત્રીજા દિવસે 9.75 કરોડની કમાણી કરી. જ્યારે કેસરી 2 એ પહેલા દિવસે 7.75 કરોડ રૂપિયા, બીજા દિવસે 9.75 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 12 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ ફિલ્મની વાર્તા વર્ષ 1989ની વાત પર આધારિત છે. આ વખતે અમય પટનાટક રાજસ્થાનમાં પોસ્ટેડ છે. અને આ વખતે અમય તેના કરિયરની 75 મી રેડ કરવા રાજસ્થાનના એક મહારાજાના ઘરે પહોંચે છે. જો કે આ વખતે વાર્તામાં એવો ટ્વીસ્ટ છે કે પોતાની ઈમાનદારી માટે જાણીતો અમય પટનાયક 2 કરોડની લાંચ માંગે છે. તો શું અમય ખરેખર વેચાઈ ગયો? તે રેડ પૂરી કરે છે?? પહેલા ભાગની જેમ તે ઈમાનદારીથી બજાર નીકળે છે કે તેનું ઈમાન વેચાઈ જાય છે તે જોવા માટે તમારે થિયેટર સુધી જવું પડશે.