બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને લઈ મોટા સમાચાર, ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મળ્યા મહત્વના પુરાવા

ઘુસણખોરોને નકલી પૂરાવા ઉભા કરી આપવામાં નેતાની સંડોવણી હોવાનું સુત્રોનું કહેવું છે. બાંગ્લાદેશીઓની ભલાણ કરાઇ હોય તેવા લેટરપેડના પૂરાવા ક્રાઇમ બ્રાંચ એકત્ર કરી રહી છે
રાજ્ય સરકારે રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરી રહેલા બાંગ્લાદેશીઓ સામે કડક વલણ અપનાવ્યું છે… આવા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધી-શોધીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે..જો કે આ બધા વચ્ચે ક્રાઇમ બ્રાંચને તપાસ દરમ્યાન એવા પૂરાવા મળ્યા છે કે આ બાંગ્લાદેશીઓને મદદ કરવામાં રાજકીય કનેક્શન જોડાયેલું છે.
ઘુસણખોરોને નકલી પૂરાવા ઉભા કરી આપવામાં નેતાની સંડોવણી હોવાનું સુત્રોનું કહેવું છે. બાંગ્લાદેશીઓની ભલાણ કરાઇ હોય તેવા લેટરપેડના પૂરાવા ક્રાઇમ બ્રાંચ એકત્ર કરી રહી છે… આ મામલે તપાસ કર્યા બાદ ક્રાઇમબ્રાંચ લાગતા વળગતા નેતાને સમન્સ પાઠવી બોલાવી શકે છે. સ્થાનિક નેતાઓ ઉપર પણ કાયદાનો ગાળીયો કસાઇ શકે છે. ક્રાઇમ બ્રાંચની તપાસ દરમ્યાન અનેક ચોંકાવનારા ખુલાસા થશે તેમ માનવામાં આવે છે.
મહત્વનું છે કે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાંથી મોટાપાયે ગેરકાયદે વસવાટ કરી રહેલા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા.. ગેરકાયદે વસતા આ લોકોને લલ્લા બિહારી નામના વ્યક્તિએ રહેઠાણ માટે મદદ કરી હતી સાથે જ તેમને જરૂરી પૂરાવા પણ ઉભા કરી આપ્યા હતા.. આ પૂરાવા કઇ રીતે ઉભા કરાયા તેને લઇને અનેક સવાલ ઉભા થયા હતા અને આમાં પહેલેથીજ કોઇ રાજકીય વ્યક્તિની સંડોવણી હોવાની આશંકા સેવાતી હતી. ત્યારે હવે ક્રાઇમ બ્રાંચ આ મામલે પૂરાવા એકત્ર કરવામાં લાગી છે.. પૂરાવા એકત્ર થયા બાદ જે તે નેતા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.