ભીષણ ગરમી વચ્ચે ગુજરાતમાં પડશે વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના

આગાહી અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી સર્જાશે. આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

પ્રચંડ ગરમીની થપાટ વચ્ચે ઠંડકભરી રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લઇને આગાહી કરી છે.

આગાહી અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી સર્જાશે. આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

5 મે થી 8 મે દરમ્યાન તેમણે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. 5 થી 8 મે દરમ્યાન તેમણે બનાસકાંઠા, સાબરકાંઠા , મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

અંબાલાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તેમણે 11 મે થી 20 મે દરમ્યાન વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે 25 મેથી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે.