દિલ્હીમાં મોડી રાતે વાવાઝોડું! ભારે વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન, વૃક્ષ પડતાં 3 બાળકના મોત

દિલ્હીમાં મોડી રાતે અચાનક જ હવામાને પલટી મારતાં બધે જ પાણી પાણી થઈ ગયું
દિલ્હીમાં મોડી રાતે અચાનક જ હવામાને પલટી મારતાં બધે જ પાણી પાણી થઈ ગયું. લગભગ 70 થી 80 કિ.મી.ની ઝડપે ધૂળભરી આંધી સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું. જેના પગલે 40 જેટલી ફ્લાઈટ્સ કેન્સલ કે ડાઈવર્ટ કરી દેવામાં આવી હતી. જ્યારે અન્ય 100 જેટલી ફ્લાઈટ મોડી પડી હતી. જ્યારે દક્ષિણ દિલ્હીના જાફરપુર કલાંમાં એક મકાન પર વાવાઝોડાને પગલે વૃક્ષ ધરાશાયી થતાં 3 બાળકો મૃત્યુ પામી ગયા. હજુ પણ ઘણાં લોકો કાટમાળ નીચે દટાયેલાં છે. જ્યારે દિલ્હીના છાવલામાં એક ઘર છત ધરાશાયી થતાં ચાર લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. જેમને હેમખેમ બચાવી લેવાયા હતા.
અત્યાર સુધીની માહિતી અનુસાર એરલાઈન્સ દ્વારા જાહેરાત જાહેર કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે યાત્રીઓ ફ્લાઈટ્સની લેન્ડિંગ કે ટેકઓફ વિશે એરલાઇન્સ પાસેથી જાણકારી મેળવ્યા બાદ જ ભવિષ્યનું પ્લાનિંગ કરે. એરપોર્ટ પહોંચતા પહેલા તેમની ફ્લાઈટ્સની સ્થિતિ વિશે જાણકારી મેળવી લે. અનેકના રુટ ડાઈવર્ટ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે આજે દિલ્હીમાં મોડી રાતથી અનેક વિસ્તારોમાં તોફાની વરસાદને કારણે જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. માર્ગો પર 2 થી 3 ફૂટ પાણી ભરાઈ ગયા છે. અંડરપાસ પણ બંધ કરવાની ફરજ પડી છે. ખાનપુર, ડીએનડી, મોતીબાગ સહિતના અનેક વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયું હતું.
આજે સવારે વરસાદથી દિલ્હી-એનસીઆરમાં ભીષણ ગરમીથી પરેશાન લોકોને રાહત મળી. ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આજે સવારે વરસાદથી દિલ્હી-એનસીઆરમાં ભીષણ ગરમીથી પરેશાન લોકોને રાહત મળી. ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આજે સવારે ભારે પવનને કારણે દ્વારકાના ખારાખરી નાહર ગામમાં એક ખેતરમાં ટ્યુબવેલના રૂમમાં ઝાડ પડવાથી ચાર લોકોના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો. મૃતકોની ઓળખ 26 વર્ષીય જ્યોતિ અને તેના ત્રણ બાળકો તરીકે થઈ છે. તેના પતિ અજયને સામાન્ય ઈજાઓ થઈ હતી.દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે, એક ફ્લાઇટ અમદાવાદ અને બે ફ્લાઇટ જયપુર તરફ વાળવામાં આવી હતી અને ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી. દિલ્હી એરપોર્ટ સાથે જોડાયેલા એક સૂત્રએ આ માહિતી આપી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 મે થી 7 મે દરમિયાન તોફાન અને વરસાદની સંભાવના છે. આ કારણે તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે, 01 મે ની રાતથી 04 મે ની સવાર સુધી હવામાનમાં ફેરફાર થશે, 05 અને 06 મે ના રોજ સાંજે વાવાઝોડા અને વાદળ ફાટવાની પ્રવૃત્તિઓ થશે. અગાઉ, હવામાન વિભાગે 1 થી 2 મે માટે વરસાદ અને તોફાન માટે પીળો ચેતવણી જારી કરી છે.
દિલ્હીમાં સવારે ૩ વાગ્યા પછી ઝરમર વરસાદ શરૂ થયો. પહેલા, ITO, મંડી હાઉસ અને મધ્ય દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો. આ પછી, પવનની તીવ્રતા વધી ગઈ અને અંધકાર વચ્ચે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો. દિલ્હી-એનસીઆરમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી હતી. સતત ભારે વરસાદને કારણે દિલ્હીના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે.