કિશોરીઓ તથા મહિલાઓને પોષણક્ષમ આહાર આપવા રાજ્ય સરકારનો નિર્ધાર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ના સહી પોષણ દેશ રોશનના આહવાનને ચરિતાર્થ કરવા રાજ્ય સરકારે પોષણલક્ષી અનેક નવતર આયામો હાથ ધર્યા છે
ગુજરાત સરકાર દ્વારા ‘પોષણ અભિયાન’ હેઠળ સ્વસ્થ અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના દરેક નાગરિક, ખાસ કરીને બાળકો, સગર્ભા માતાઓ અને કિશોરીઓના પોષણને સુનિશ્ચિત કરવા માટે નવીન અને પરિણામલક્ષી પગલાં લેવામાં આવી રહ્યાં છે. પોષણ અભિયાન માત્ર આરોગ્યલક્ષી નહીં, પરંતુ ગુજરાતની ભાવિ પેઢીને સશક્ત બનાવવાનું એક અભૂતપૂર્વ પગલું છે. સમાજના દરેક વર્ગ સુધી પોષણની પહોંચ સુનિશ્ચિત કરી, ગુજરાત સરકારે આ ક્ષેત્રે દેશભરમાં એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ના સહી પોષણ દેશ રોશનના આહવાનને ચરિતાર્થ કરવા રાજ્ય સરકારે પોષણલક્ષી અનેક નવતર આયામો હાથ ધર્યા છે. ભારતને કુપોષણ મુક્ત બનાવવાની નેમ સાથે દેશભરમાં દર વર્ષે માર્ચ-એપ્રિલ માસમાં ‘પોષણ પખવાડિયું’ અને સપ્ટેમ્બર માસમાં ‘રાષ્ટ્રીય પોષણ માહ’ ઊજવવામાં આવે છે. આ અભિયાન પોષણક્ષમ આહાર તથા આરોગ્યપ્રદ ભારતના નિર્માણ તરફ સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ભારતભરમાં વર્ષ ૨૦૧૮થી શરૂ કરવામાં આવેલા ૭ પોષણ માસ અને ૬ પોષણ પખવાડા દ્વારા, વિવિધ થીમ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, લાભાર્થી મોડ્યુલનો પ્રચાર પ્રસાર, એનીમીયા અને પોષણ બાબતે જાગૃતી કાર્યક્રમ, બાળકોમાં ઓબેસીટી અને સ્વસ્થ્ય જીવનશૈલી સંદર્ભે માહિતગાર કરવા જેવા વિવિધ પોષણકેન્દ્રિત ૧૦૦ કરોડથી વધુ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે.

જે સુપોષિત ભારત તરફ વિશાળ જનમસમુદાયને સંવેદનશીલ બનાવવામાં ફાળો આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વમાં અને મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કુપોષણને નાથવા, બાળકો અને મહિલાઓના પોષણમાં સુધારો કરવાના હેતુથી અનેકવિધ નવતર પહેલો હાથ ધરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, સામુદાયિક ભાગીદારીતા એમ બહુવિધ આયામો દ્વારા કુપોષણ નિવારવા સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પોષણ પખવાડીયા ૨૦૨૫ અંતર્ગત રાજ્યભરમાં કુલ ૪૦.૮૩ લાખથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ કરાઈ. ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા(Bhanuben Babaria) ની આગેવાનીમાં તા. ૮ થી ૨૨ એપ્રિલ ૨૦૨૫ સુધી પોષણ પખવાડીયું ૨૦૨૫ની સફળ ઊજવણી કરવામાં આવી હતી. પોષણ પખવાડીયા દરમિયાન પોષણના મહત્વ પર ભાર મૂકવો, સમુદાય આધારિત કાર્યક્રમ દ્વારા અતિ ગંભીર કુપોષણમાં સુધારણા જેવા નક્કી કરવામાં આવેલા વિવિધ પાંચ ક્ષેત્રો અંતર્ગત રાજ્યભરમાં કુલ ૪૦, ૮૩, ૯૯૪ જેટલી પ્રવૃત્તિઓનું આયોજન કરી સમગ્ર ગુજરાતમાં પોષણ અને આરોગ્ય માટેની સારી આદતોને પ્રોત્સાહિત કરી છે.