આમિર ખાનનો પુત્ર જુનૈદ કરશે ડેબ્યુ, પરંતુ એક્ટર તરીકે નહીં કરે શરૂઆત

આમિર ખાન ત્રણ દાયકાથી બોલિવૂડમાં દર્શકો પર રાજ કરી રહ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણી ફિલ્મો આપનાર મિસ્ટર પરફેક્શનિસ્ટ આ દિવસોમાં ફિલ્મો બનાવી રહ્યા છે. અભિનયથી અંતર રાખીને તે સતત ફિલ્મોનું નિર્માણ કરી રહ્યો છે. આ સાથે તે પોતાની આગામી ફિલ્મો વિશે પણ ખુલીને વાત કરી રહ્યો છે. આ બધાની વચ્ચે આમિર ખાને પોતાના પુત્ર જુનૈદ ખાનને લઈને એક મોટી જાહેરાત કરી છે. તેણે પોતાના તાજેતરના ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, તેનો પુત્ર ‘પ્રિતમ પ્યારે’થી બોલિવૂડમાં પ્રોડ્યુસર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આમિર ખાને ખુલાસો કર્યો કે તેનો પુત્ર જુનૈદ તેના પિતા તાહિર હુસૈનની જેમ બોલિવૂડમાં અભિનેતા તરીકે નહીં પણ નિર્માતા તરીકે પ્રવેશ કરી રહ્યો છે.

પોતાના દાદાની જેમ નિર્માતા બનશે
વાતચીત દરમિયાન આમિરે કહ્યું, જુનૈદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવાનો છે. આશ્ચર્યની વાત એ છે કે તે હજી એક અભિનેતા તરીકે બોલિવૂડમાં પ્રવેશી રહ્યો નથી, બલ્કે તે મારા પિતાની જેમ નિર્માતા તરીકે તેની શરુઆત કરી રહ્યો છે. નિર્માતા તરીકે તે પહેલી ફિલ્મ બનાવશે. તેણે તેને ખૂબ જ શાનદાર રીતે પ્રોડ્યુસ કરી છે. મને તેના પર ખૂબ ગર્વ છે. આ ફિલ્મ પરફેક્ટ સમયે પૂરી થઈ હતી અને ખૂબ જ સારી રીતે બનાવવામાં આવી છે.

‘પ્રિતમ પ્યારે’થી ડેબ્યૂ કરશે
પ્રોડ્યુસર તરીકે જુનૈદની પહેલી ફિલ્મનું ટાઇટલ જણાવતાં આમિરે આગળ કહ્યું, ‘ફિલ્મનું નામ પ્રીતમ પ્યારે’ છે. તેણે કહ્યું કે, તે આ ફિલ્મમાં એક નાનકડો રોલ પણ કરી રહ્યો છે. તેની ફિલ્મમાં 4-5 મિનિટનો કેમિયો છે. તમને જણાવી દઈએ કે આમિર ખાનના પિતા તાહિર હુસૈન એક ફિલ્મ પ્રોડ્યુસર હતા. તેમણે નિર્માતા તરીકે ઘણી ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન કર્યું છે. આવી સ્થિતિમાં, આમિર ખાનનો પુત્ર તેના પિતાની જેમ અભિનેતા તરીકે નહીં પરંતુ એક નિર્માતા તરીકે બોલિવૂડ પર રાજ કરવાનું વિચારી રહ્યો છે.