સરકારે મોંઘવારીમાંથી રાહત આપી

મોંઘવારી વચ્ચે સરકારે લોકોને થોડી રાહત આપી છે. ઉજ્જવલા યોજના હેઠળ લેવામાં આવતા એલપીજી સિલિન્ડર પર સબસિડી વધારવામાં આવી છે. કેબિનેટના નિર્ણય બાદ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 9.6 કરોડ લાભાર્થીઓને હવે પ્રતિ સિલિન્ડર 300 રૂપિયાની સબસિડી મળશે.
આ નિર્ણયથી 9.6 કરોડ પરિવારોને રાહત મળશે. અગાઉ, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની આ સબસિડી મળતી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક બાદ માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે આ માહિતી આપી હતી. ઉજ્જવલા લાભાર્થીઓ હાલમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડર માટે 703 રૂપિયા ચૂકવે છે, જ્યારે તેની બજાર કિંમત 903 રૂપિયા છે. કેન્દ્રીય કેબિનેટના નિર્ણય બાદ તેમને 603 રૂપિયામાં સિલિન્ડર મળશે.