રેપો રેટને લઈને RBI ગવર્નરની મોટી જાહેરાત

RBIની મોનેટરી પોલિસી કમિટીએ તહેવારો પહેલા લોકોને ફરી એકવાર મોટી ભેટ આપી છે. રેપો રેટ સતત ચોથી વખત 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, તમામ સંબંધિત પાસાઓ પર વિગતવાર ચર્ચા કર્યા પછી, નાણાકીય નીતિ સમિતિએ સર્વસંમતિથી રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન આરબીઆઈ ગવર્નરે જીડીપી અનુમાનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

તમામ MPC સભ્યો દરો સ્થિર રાખવાની તરફેણમાં હતા
આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે આવતા સપ્ટેમ્બર મહિનામાં ફુગાવો ઘટવાની આશા છે. RBI ગવર્નરે કહ્યું કે, રેપો રેટમાં વધારાની અસર અર્થવ્યવસ્થા પર દેખાઈ રહી છે. આરબીઆઈ ગવર્નરના મતે ઊંચો મોંઘવારી દર અર્થતંત્ર માટે ખતરો છે. ગવર્નરના જણાવ્યા મુજબ, MPCના 6માંથી 5 સભ્યો અનુકૂળ વલણ જાળવી રાખવાની તરફેણમાં હતા. MPCના તમામ સભ્યોએ દરો સ્થિર રાખવાની તરફેણમાં સંમતિ દર્શાવી છે.

FY24 ના બીજા ક્વાર્ટર માટે વૃદ્ધિનો અંદાજ 6.5% પર યથાવત
આરબીઆઈ ગવર્નરે પોતાના સંબોધનમાં કહ્યું કે, સરકારી ખર્ચને કારણે રોકાણની ગતિ વધી છે. FY24ના બીજી ક્વોટર માટે વૃદ્ધિનો અંદાજ 6.5% પર જાળવી રાખવામાં આવ્યો છે. ત્રીજા ક્વાર્ટર માટે વૃદ્ધિ દરનો અંદાજ પણ 6% પર યથાવત રાખવામાં આવ્યો છે. આ દરમિયાન આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે પોલિસી રેટ લાંબા સમય સુધી ઊંચા દર પર રહેવાની અપેક્ષા છે.

RBI ગવર્નરે મોંઘવારી પર કહી આ વાત
આરબીઆઈ ગવર્નરે પોતાના સંબોધનમાં કહ્યું કે ટામેટાના ભાવ ઘટવાને કારણે મોંઘવારી ઘટવાની શક્યતા વધી ગઈ છે. FY24 માટે ફુગાવાનો અંદાજ 5.4 ટકા પર જાળવી રાખવામાં આવ્યો છે. બીજા ક્વાર્ટર માટે ફુગાવાનો અનુમાન 6.2% થી વધારીને 6.4% કરવામાં આવ્યો છે.