પ્રથમ વખત કોઈ ભારતીયને મળશે આ જવાબદારી
ઈન્દ્રમણિ પાંડેને વે ઓફ બંગાળ ઈનિશિએટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (BIMSTEC)ના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ટૂંક સમયમાં આ જવાબદારી સંભાળશે. તેમણે પોતાની નિમણૂકના સમાચાર શેર કરીને ખુશી વ્યક્ત કરી છે. ઈન્દ્રમણિ પાંડેએ કહ્યું છે કે, ‘બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ કરતી બંગાળની ખાડીની મુખ્ય પ્રાદેશિક સંસ્થા BIMSTECના મહાસચિવ તરીકે મારી નિમણૂકના સમાચાર શેર કરતાં મને આનંદ થાય છે. તેનું મુખ્યાલય ઢાકામાં છે.
પ્રથમ વખત કોઈ ભારતીયને આ જવાબદારી મળવા જઈ રહી છે. BIMSTECમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. નવી જવાબદારી મળવા પર, ઇદ્રમણિ પાંડેએ BIMSTECના મહાસચિવની પ્રતિષ્ઠિત અને પડકારજનક જવાબદારી સોંપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરનો આભાર વ્યક્ત કર્યો છે.
ઈન્દ્રમણિ પાંડે ભારતીય વિદેશ સેવાના 1990 બેચના અધિકારી છે. હાલમાં તેઓ જિનીવામાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે. હવે તેને નવી અને મોટી જવાબદારી મળવા જઈ રહી છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ઈન્દ્રમણિ પાંડેએ વિદેશ મંત્રાલયનો એક સ્ક્રીન શૉટ શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે આ પહેલીવાર છે જ્યારે કોઈ ભારતીયને BIMSTECના મહાસચિવનું પદ મળવા જઈ રહ્યું છે. તેઓ ટૂંક સમયમાં પોતાનો ચાર્જ સંભાળશે.