શેર માર્કેટમાં 4.90 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપીને મહેસાણા LCBએ ઝડપી પાડ્યો
કેરલા ખાતે રહેતા જેકોબ વર્ગીસ નામના વ્યક્તિ સાથે વિસનગરના આરોપીઓએ ભેગા મળી જેકોબ વર્ગીસને સેર માર્કેટમાં રોકાણ કરાવી સારી આવક મેળવવાની લાલચ આપતા કેરલા ખાતે રહેતા ફરિયાદી જેકોબ વર્ગીસ દ્વારા અલગ અલગ ખાતાઓમાં 4 કરોડથી વધુના નાણાં શેર માર્કેટના સેર ખરીદવા વિસનગરમાં રહેતા ઠગોને આપ્યા હતા. સમગ્ર કેસમાં પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનું સામે આવતા ખેરાલુ ખાતે સાત માસ અગાઉ 4 કરોડ થી વધુની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાવતા અગાઉ પોલીસે 9 આરોપીને ઝડપી લીધા હતા.જોકે સમગ્ર છેતરપિંડી ને અંજામ આપનાર મુખ્ય આરોપી ને મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો હતો.
સમગ્ર કેસમાં વિસનગરમાં આવેલ મારુતિ નંદન કોમ્પલેક્ષમાં ચાલતી દલાલ સ્ટોક પ્રાઇવેટ લિમિટેડ થતા જ્યોત કોમ્પલેક્ષમાં ચાલતી વિશ્વાસ સ્ટોક પ્રા.લી.સ્ટોક માર્કેટની ઓફિસમાં પોતાના મળતીયા માણસો પાસેથી ફરિયાદીને અલગ અલગ નમબરો ના માધ્યમથી ફોન કરી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા વિશ્વાસ કેળવ્યા બાદ 4.90 કરોડની રોકાણ કરાવ્યા બાદ ફોન બંધ કરી છેતરપીંડી આચરી હતી.જે કેસમાં અગાઉ પોલીસે કુલ 9 આરોપીને ઝડપયા હતા.ત્યારે આ કેસનો મુખ્ય સૂત્રધાર પિન્ટુ ઉર્ફ હિમાંશુ ભરતભાઇ ભાવસાર ને ઝડપી લેવામાં આવ્યો હતો.