વિરમગામના ઇતિહાસમાં પ્રથમવાર આજે એકસાથે ૧૫૦૦ વિદ્યાર્થી બહેનોનો સ્વરક્ષણ તાલીમ કેમ્પ યોજાયો.

આજે અમારા જન સેવાશ્રમ ટ્રસ્ટ અને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસના સયુંકત ઉપક્રમે વિરમગામ ખાતે ૧૫૦૦ વિદ્યાર્થી બહેનોને સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી અને મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપીંડી, ધાક-ધમકી, નાણાકીય છેતરપીંડી, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરીની સામે જાગૃત અને માહિતગાર કરવામાં આવ્યા.

આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા શ્રી અમિતભાઇ વસાવા અને તમામ સ્કૂલના આચાર્યો હાજર રહ્યા હતા. સ્વરક્ષણ તાલીમ આપવા માટે આવેલા રાષ્ટ્રીય ખેલાડી અમરદીપસિંહ ગોત્રાનો પણ આભાર વ્યકત કર્યો.