ઈંગ્લેન્ડ સામેની ટી-20 અને વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

India vs England T20 and ODI Series Cricket Match : ભારતીય મહિલા ટીમ જૂનના અંતમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ પ્રવાસ પર બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ અને ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાશે. આ સિરીઝ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરાઈ છે. પાંચ મેચની T20 શ્રેણી 28 જૂનથી શરૂ થઈ રહી છે, જ્યારે વન-ડેની પ્રથમ મેચ 16 જુલાઈએ રમાશે. આ પ્રવાસમાં બંને ટીમો વચ્ચે કુલ આઠ મેચ રમાશે.
નવા ખેલાડીઓને અપાઈ તક

વનડે અને ટી20 સિરીઝ માટે અનુભવી ખેલાડી હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur)ને સુકાની બનાવાઈ છે તેમજ સ્મૃતિ મંધાના (Smriti Mandhana)ને ઉપ-સુકાનીની જવાબદારી સોંપવામાં આવી છે. બંને દેશો વચ્ચે રમાનારી મેચોમાં ભારતીય ટીમમાં કેટલાક નવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ટીમ ઈન્ડિયાની સ્ટાર ખેલાડી શ્રેયંકા પાટિલ અને રેણુકા સિંહ ઈજાગ્રસ્ત હોવાથી બંનેને તક મળી નથી. જ્યારે ટી20 માટે શેફાલી વર્મા અને સ્નેહ રાણાની એન્ટ્રી થઈ છે.

ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે ભારતીય મહિલા ટીમ

ટી-20 ટીમ : હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, ઋચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, શ્રી ચરણી, શુચિ ઉપાધ્યાય, અમનજોત કૌર, અરૂંધતિ રેડ્ડી, ક્રાંતિ ગૌડ, સયાલી સતઘરે…

વન-ડે ટીમ : હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગ્સ, ઋચા ઘોષ (વિકેટ કિપર), યાસ્તિકા ભાટિયા (વિકેટ કિપર), તેજલ હસબ્રિન્સ, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, શ્રી ચરણી, શુચિ ઉપાધ્યાય, અમનજોત કૌર, અરૂંધતિ રેડ્ડી, ક્રાંતિ ગૌડ, સયાલી સતઘરે…