Unseasonal rain : હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી, ગુજરાતમાં યલો એલર્ટ

ભર ઉનાળા રાજ્યમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો જીવ પડીકે બંધાયો છે. આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

  • ભર ઉનાળે કમોસમી વરસાદનું સંકટ યથાવત
  • આગામી 3 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
  • આજે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું
  • ગુજરાતના કચ્છમાં સૌથી વધારે 40 ડિગ્રી તાપમાન નોંધાયું

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈ ભારે આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી 3 દિવસ રાજ્યના અમુક જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભર ઉનાળે કમોસમી વરસાદનું સંકટ હજુ પણ યથાવત છે. આજે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જારી કર્યું છે.

સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દીવ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમજ આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 મે ના દિવસે હળવાથી આવનારા 3 દિવસની આગાહી કરવામાં આવી છે. તા. 14 મે એ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના કચ્છમાં સૌથી વધારે 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહીઃ અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં 12 અને 13 મે દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. તેમજ 15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે. કૃતિકા નક્ષત્રમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે. વરસાદ સાથે રાજ્યમાં પવનનું જોર પણ રહેશે. 25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે.

અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે

અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. તેમજ 28 મે થી 4 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે. 13 મે થી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેસી શકે છે. 28 મે થી 4 જૂન સુધી કેરળમાં ચોમાસુ પ્રવેશ કરી શકે છે. તથા રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે તેમાં ખેડૂતો માટે ચોમાસુ વહેલું આવવાનું રહેશે. ગુજરાતમાં 15 જૂન આસપાસ વરસાદ આવશે. 25 જૂનથી 5 જુલાઈ વચ્ચે વરસાદ આવશે તથા સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ થશે. 13મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

ભારતના મોટા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા

ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેશે. પરંતુ 12થી 20 મેના આંધી-વંટોળનું પ્રમાણ વધશે. અરબ દેશમાંથી કાળી આંધીઓ ચડી આવશે અને ત્યારબાદ 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, આ વખતે ચોમાસામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થશે. 13 મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ બનવાની શક્યતા રહેશે. આ અસરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે. 12 મે બાદ વાવાઝોડું બની શકે, હવે ધીરે ધીરે ભારતના મોટા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે.