મોટા વિનાશનું કારણ બન્યું હોત ભારત-પાક યુદ્ધ: સીઝફાયર બાદ ટ્રમ્પનું બીજું નિવેદન

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સીઝફાયરને લઈને બંને દેશોની ‘સાહસિક અને નિર્ણાયક’ ભૂમિકાના વખાણ કર્યા છે. સોશિયલ મડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટમાં ટ્રમ્પે આ પગલાંને ઐતિહાસિક ગણાવ્યો છે.
બંને દેશોએ સમયસર સમજી લીધુંઃ ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે, ‘આ યુદ્ધ મોટા વિનાશનું કારણ બની શકતું હતું અને લાખો નિર્દોષ લોકોના મોત થઈ શકતાં હતાં. મને ભારત અને પાકિસ્તાનના મજબૂત નેતૃત્વ પર ગર્વ છે. તેમણે સમયસર સમજી લીધું કે, સંઘર્ષ રોકવો જરૂરી હતો, જેનાથી લાખો નિર્દોષ લોકોનો જીવ બચાવી શકાય. આ નિર્ણય ન ફક્ત બહાદુરીભર્યો હતો પરંતુ, બંને દેશોના વારસાને વધુ ગૌરવશાળી બનાવનારો છે.’

કાશ્મીર અંગે કહી આ વાત
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં કહ્યું કે, ‘જો ભારત અને પાકિસ્તાન ઇચ્છે તો અમે સાથે મળીને કાશ્મીર મુદ્દે લાંબાગાળાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરીશું. કદાચ 1000 વર્ષ બાદ હવે સમય આવી ગયો છે કે, આપણે આ ઐતિહાસિક વિવાદનું સમાધાન શોધીએ.’ જોકે, ટ્રમ્પ એ ભૂલી ગયા છે કે, કાશ્મીરને લઈને ભારતની સ્પષ્ટ નીતિ છે કે, આ ભારતનો આંતરિક મામલો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેના વ્યાપારિક સંબંધ વિશે કરી વાત
આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી કે, અમેરિકા હવે ભારત અને પાકિસ્તાન બંને સાથે વ્યાપારિક સંબંધોને મહત્ત્વપૂર્ણ રૂપે આગળ વધારશે. જો કે, આ વિશે કોઈ ઔપચારિક ચર્ચા નથી થઈ પરંતુ, એ સ્પષ્ટ કરૂ છું કે, અમેરિકા બંને દેશો સાથે વ્યાપાર વધારવા જઈ રહ્યું છે.