વડોદરા-રાજકોટ પણ બનશે મેટ્રો સિટી, વિકાસ વેગવંતો બન્યો

રાજકોટ અને વડોદરાના લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે
રાજકોટ અને વડોદરાના લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. આગામી સમયમાં રાજકોટ અને વડોદરામાં શરૂ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટેની તૈયારી ગુજરાત સરકારે કરી લીધી છે. રાજ્ય સરકારે બંને શહેરોનો મેટ્રો પ્રપોઝલ માટેનો DPR કેન્દ્ર સરકારને મોકલી આપ્યો છે.
Gujarat હવે વિકાસના પાટા પર સડસડાટ દોડી રહ્યુ છે. તેના માટે જરૂરી તમામ પાટા બિછાવવાનું કામ કેન્દ્ર સરકારની મદદથી રાજ્ય સરકાર કરી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પુર્ણતાના આરે છે ત્યારે ગુજરાતનાં બે બીજા શહેરો પણ મેટ્રો શહેર બનવા જઇ રહ્યા છે. રાજકોટ અને વડોદરામાં પણ હવે મેટ્રો રેલવે પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી દેવાયો છે.

રાજકોટ અને વડોદરાના લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. આગામી સમયમાં રાજકોટ અને વડોદરામાં શરૂ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટેની તૈયારી ગુજરાત સરકારે કરી લીધી છે. રાજ્ય સરકારે બંને શહેરોનો મેટ્રો પ્રપોઝલ માટેનો DPR કેન્દ્ર સરકારને મોકલી આપ્યો છે. વડોદરામાં 11 હજાર કરોડના ખર્ચે અંદાજિત 40 કિમીમાં મેટ્રો ટ્રેન શરૂ થશે. રાજકોટમાં 10 હજાર કરોડના ખર્ચે 38 કિમીમાં શરૂ કરાશે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ.
રાજકોટ અને વડોદરા શહેરમાં જે પ્રકારે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનો વિકાસ થઇ રહ્યો છે. રાજકોટ-વડોદરામાં મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. બંને શહેરના મેટ્રોના DPR તૈયાર ચુક્યા છે. કેન્દ્ર સરકારને DPR મોકલી દેવામાં આવ્યા છે. બંને શહેરોમાં 10 હજાર કરોડ કરતા વધુનો ખર્ચ કરવામાં આવશે. આગામી સમયમાં રાજકોટની મેટ્રોમાં ડાયરા થતા જોવા મળે તો નવાઇ નહી. વડોદરા મેટ્રોમાં તમે કથકલી કે કોઇ ક્લાસિક ગીતોના કોન્સર્ટ થાય તો પણ નવાઇ નહી.