ગુજરાતના ખેડૂતો રહેજો સાવધાન! હવામાન વિભાગે ધોધમાર વરસાદની કરી આગાહી

આજથી 8 મે સુધી રાજ્યમાં પ્રિ-મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં વરસાદને લઈ યેલો અલર્ટ અપાયું છે.
ભર ઉનાળે કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ ફરી એકવાર મોટી આગાહી કરી છે. આજથી 8 મે સુધી રાજ્યમાં પ્રિ-મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઈ યેલો અલર્ટ અપાયું છે. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને , ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, 5 અને 6 મેના રોજ કરા અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, તો 7 અને 8 મેના રોજ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથો સાથ દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 10 મે બાદ ગુજરાતમાં તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે. વધુમાં કહ્યું કે, ઉત્તર ગુજરાત, કચ્છ તથા મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના હવામાનમાં પલટો આવી શકે છે. 25 મેથી 4 જૂન સુધી વાવાઝોડાની પણ આગાહી કરાઇ છે.