Operation sindoor ની સમગ્ર ફળશ્રુતિને સમજો 12 સરળ મુદ્દામાં

Pahalgam Terrorist Attack નો જવાબ આપવા માટે ભારતીય સેનાએ Operation Sindoor હાથ ધર્યુ હતું. આ Operation Sindoor ને પરિણામે દુશ્મન ધૂળ ચાંટતો થઈ ગયો છે. આ સિવાય Operation Sindoor ની ફળશ્રુતિને સમજો 12 સરળ મુદ્દામાં.
- Pahalgam Terrorist Attack નો જડબાતોડ જવાબ Operation Sindoor
- Operation Sindoor થી સમગ્ર વિશ્વએ જાણી ભારતીય સેનાની તાકાત અને પ્રહાર ક્ષમતા
- પાકિસ્તાનની એર ડિફેન્સની નબળાઈ જાહેર થઈ ગઈ
- ભારતીય એર ડિફેન્સ શાનદાર સાબિત થઈ ખાસ કરીને સુદર્શન ચક્ર S-400 સીસ્ટમ
Operation sindoor : 22 મી એપ્રિલે થયેલા અમાનવીય અને હીચકારા Pahalgam Terrorist Attack બાદ ભારતીય સેનાએ Operation Sindoor દુશ્મનના દાંત ખાંટા કરી દીધા છે. આ ઓપરેશનમાં ભારતે આતંકવાદીઓના 9 મહત્વના સ્થળોને નષ્ટ કર્યા જેમાં 100થી વધુ આતંકવાદીઓનો નાશ થયો છે. આ Operation Sindoor થી સમગ્ર વિશ્વને ભારતીય સેનાની તાકાત અને ભારતના મનોબળનો પરચો મળ્યો છે. આ સિવાય Operation Sindoor ની ફળશ્રુતિને સમજો 12 સરળ મુદ્દામાં.
મુદ્દોઃ 1 : આતંકવાદીઓના 9 મહત્વના સ્થળોનો ખાત્મો
ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળોનો ખાત્મો કર્યો. જેમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા 9 આતંકવાદી સંગઠનોના મહત્વના સ્થળો જમીનદોસ્ત થઈ ગયા.
મુદ્દોઃ 2 : સમગ્ર પાકિસ્તાન ભારતની રેન્જમાં
Operation sindoor માં ભારતે સાબિત કરી દીધું કે, આખું પાકિસ્તાન ભારતની રેન્જમાં છે. ભારતીય લશ્કર પાસે એવી તાકાત છે કે આખું પાકિસ્તાન ઘમરોળી શકે છે. ભારતે આ હુમલામાં આતંકવાદીઓ અને તેમના સમર્થકો એમ બંનેને નિશાન બનાવ્યા છે.
મુદ્દોઃ 3 : ભારતે દોરી લક્ષ્મણ રેખા
Pahalgam Terrorist Attack બાદ ભારતે આતંકવાદને કહ્યું, હવે બસ ! Operation sindoor દ્વારા ભારતે એક લક્ષ્મણ રેખા દોરી દીધી છે. માત્ર પાકિસ્તાન જ નહિ સમગ્ર વિશ્વને સ્પષ્ટ સંકેત આપ્યો કે જો આ લક્ષ્મણ રેખા ઓળંગશો તો ખેર નહીં રહે. હવે ભારત આતંકવાદ સહન નહીં કરે અને તેનો જડબાતોડ જવાબ આપશે.
મુદ્દોઃ 4 : ભારતે આતંકવાદની કમ્મર તોડી નાંખી
Operation sindoor દ્વારા ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છુપાયેલા આતંકવાદીઓ અને તેમના મહત્વના સ્થળોને નષ્ટ કર્યા છે. આમ ભારતે આતંકવાદની કમ્મર તોડી નાંખી છે.
મુદ્દોઃ 5 : પાકિસ્તાની એર ડિફેન્સની નબળાઈ થઈ જાહેર
Operation sindoor અંતર્ગત ભારતે જે કાર્યવાહી કરી તેમાં પાકિસ્તાનની નબળી એર ડિફેન્સ છતી થઈ ગઈ છે. ભારતીય સેનાએ પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને બાયપાસ કરી 25 મિનિટમાં એક સાથે 9 આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા. SCALP મિસાઈલો અને હેમર બોમ્બથી સજ્જ ભારતીય રાફેલ જેટ્સે કોઈપણ નુકસાન વિના મિશન પૂર્ણ કર્યુ.
મુદ્દોઃ 6 : ભારતીય એર ડિફેન્સ શાનદાર સાબિત થઈ
ભારતીય એર ડિફેન્સ સીસ્ટમે Operation sindoor માં શાનદાર પ્રદર્શન કર્યુ. S-400 સુદર્શન ચક્ર દ્વારા પણ સેંકડો પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલોને નષ્ટ કરવામાં આવ્યા છે.
મુદ્દોઃ 7 : ભારતીય સેનાએ દાખવેલી ચોકસાઈ
Operation sindoor માં ભારતે માત્ર ને માત્ર આતંકવાદીઓના મહત્વના સ્થળોને જ ટાર્ગેટ કર્યા છે. સામાન્ય નાગરિકોના રહીશી વિસ્તારોને ટાર્ગેટ ન કરવાની ભારતે ચોકસાઈ દાખવી હતી. આમ ભારતીય સેનાએ સૈન્ય કાર્યવાહી કરતી વખતે પણ ગજબની ચોકસાઈ દાખવી છે. આ ચોકસાઈની સમગ્ર વિશ્વની સેનાઓ પ્રશંસા કરી રહ્યા છે.
મુદ્દોઃ 8 : આતંકવાદી નેતૃત્વનો નાશ
Pahalgam Terrorist Attack નો બદલો ભારતે આતંકવાદ અને આંતકવાદીઓ સાથે જ લીધો છે. આતંકવાદને પ્રોત્સાહન આપતા શીર્ષ નેતૃત્વોને ભારતે એક ઝાટકામાં ખતમ કરી દીધા છે. Operation sindoor માં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા અગ્રણી આતંકવાદી નેતૃત્વ ભોંયભેગા થઈ ગયા છે.
મુદ્દોઃ 9 : પાકિસ્તાનના મહત્વના એરબેઝને નુકસાન
ભારતે પાકિસ્તાનના ઘણા એરબેઝને નિશાન બનાવ્યા. Operation sindoor માં માત્ર 3 કલાકમાં ભારતે પાકિસ્તાનના લાહોર, રાવલપિંડી, સિયાલકોટ, શોરકોટ, જેકોબાબાદ અને રહીમયાર એરબેઝને નેસ્તોનાબૂદ કરી દિધા. જેનાથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું.
મુદ્દોઃ 10 : ભારતીય સેનાની 3 પાંખો વચ્ચે અદભુત સંકલન જોવા મળ્યું
Operation sindoor માં ભારતીય સેનાની 3 પાંખો વચ્ચે અદભુત સંકલન જોવા મળ્યું હતું. ભારતીય સેનાની પાંખો વચ્ચે જોવા મળેલ આ સંકલનથી સમગ્ર વિશ્વની અત્યાધુનિક સેનાઓ પણ સ્તબ્ધ થઈ ગઈ છે.
મુદ્દોઃ 11 : ભારતનો સ્પષ્ટ સંદેશ, આતંકવાદને ગમે ત્યારે-ગમે ત્યાં સજા મળશે
Pahalgam Terrorist Attack બાદ ભારતે આતંકવાદ વિરુદ્ધ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. Operation sindoor થી ભારતે આપેલા જડબાતોડ જવાબથી માત્ર પાકિસ્તાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વને સમજાઈ ગયું છે કે ભારત આતંકવાદને ગમે ત્યારે-ગમે ત્યાં સજા આપી શકે છે.
મુદ્દોઃ 12 : ભારતને આતંકવાદ વિરુદ્ધ સમગ્ર દુનિયાનું મળ્યું સમર્થન
Pahalgam Terrorist Attack બાદ ભારતને આખા વિશ્વની સહાનુભૂતિ પ્રાપ્ત થઈ હતી પરંતુ Operation sindoor બાદ તો આંતકવાદ વિરુદ્ધની લડાઈમાં વિશ્વના મોટાભાગના દેશોએ ભારતને પોતાનું સમર્થન આપ્યું છે.