ISKCON Bridge Accident Case: ગુજરાત હાઈકોર્ટ આરોપી તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કર્યા

અમદાવાદનાં ઈસ્કોન હીટ એન્ડ રન કેસમાં આરોપી તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી છે.અગાઉ ગ્રામ્ય સેશન્સ કોર્ટે જામીન ફગાવ્યા હતા.
- અમદાવાદના ઇસ્કોન હીટ એન્ડ રનનો કેસ
- આરોપી તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર
- ગુજરાત હાઇકોર્ટે આપ્યા હંગામી જામીન
અમદાવાદના ચકચારી ઈસ્કોન હીટ એન્ડ રન કેસ ((ISKCON Bridge Accident Case) ) માં આરોપી તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટેમાં હંગામી જામીન માટે અરજી કરી હતી. કોર્ટે આરોપીના હંગામી જામીન મંજૂર કર્યા હતા.
પોતાની માતા બીમાર હોવાથી માંગ્યા હતા જામીન
ઈસ્કોન હીટ એન્ડ રન કેસ ((ISKCON Bridge Accident Case) ) ના આરોપી તથ્ય પટેલની માતા બીમાર હોવાથી તથ્ય પટેલે જામીન માંગ્યા હતા. હાઈકોર્ટે (High Court) આરોપી તથ્ય પટેલના 7 દિવસના જામીન મંજૂર કર્યા હતા. તેમજ તથ્ય પટેલ હેડ કોન્સ્ટેબલ, બે કોન્સ્ટેબલની નજર હેઠળ રહેશે. તેમજ આરોપીએ 7 દિવસમાં 5 હજારનો ખર્ચ ભોગવવાનો રહેશે. આવતીકાલે તેની માતાનું કરોડરજ્જુનું ઓપરેશન છે. અગાઉ તથ્ય પટેલે હંગામી જામીન માટે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અરજી ગ્રામ્ય સેશન્સ કોર્ટ ફગાવી હતી.

હંગામી જામીન માટે કરી હતી અરજી
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ (ISKCON Bridge Accident Case) નો આરોપી તથ્ય પટેલ() દ્વારા તેની માતાના ઓપરેશન સબંધિત કામગીરી માટે અમદાવાદ સેશન્સ કોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી. તથ્ય પટેલ (Tathya Patel) દ્વારા 15 દિવસના હંગામી જામીન (Bail Application)મેળવવા અરજી કરી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે(Ahmedabad Rural Court) તથ્ય પટેલ (Tathya Patel)ની અરજી ફગાવી હતી.
શું હતો ચકચારી તથ્ય અકસ્માત કેસ ?
19 જુલાઈ, 2023 ની મધ્યરાત્રિના અમદાવાદના ઈસ્કોન બ્રિજ (Ahmedabad ISKCON Bridge) પર થયેલા એક અકસ્માતને લઈને ભીડ એકઠી થઈ હતી. આ સમયે ભારે ગતિથી આવેલી જગુઆર કારના ચાલકે ભીડને અડફેટમાં લીધી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, જેમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે એસ.જી. 2 ટ્રાફિક પોલીસ સ્ટેશન (SG 2 Traffic Police Station) માં ગુનો નોંધી તથ્ય પટેલ (Tathya Patel) અને તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જુદીજુદી કલમો હેઠળ પોલીસે ધરપકડ કરી હતી.
Jaguar કાર કોની માલિકીની હતી
તથ્ય પટેલ કેસ (Tathya Patel Case) માં ગુનાના કામે કબજે લેવાયેલી જગુઆર કારની માલિકી ક્રિશ હિમાંશુ વરિયાની હોવાની હકિકત સામે આવી હતી. ક્રિશના પિતા હિમાંશુ વરિયા (Himanshu Variya) વિવિધ બેંકો સાથે 452 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરવા બદલ CBI Case માં જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે. હિમાંશુ વરિયા વર્ષ 2020માં ઝેરી દવા ગટગટાવી લાખો-કરોડોના લેણદારો સામે ફરિયાદ નોંધાવી ચૂકયા છે.