PM મોદીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ જાહેર
PM મોદી તા. 30 ઓક્ટોમ્બર અને 31 ઓક્ટોમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓક્ટોમ્બરે સવાર 9.30નાં રોજ અમદાવાદ એરપોર્ટ પહોચ્યા બાદ PM મોદી 10.20 કલાકે અંબાજી પહોંચશે. જ્યાં PM મોદી માં અંબાના દર્શન કરશે. ત્યાર બાદ PM મોદી ખેરાલુ પહોંચશે જ્યાં તેઓ વિશાળ જનસભાને સંબોધન કરશે. જે બાદ તેઓ ગાંધીનગર પરત ફરશે. ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
બીજા દિવસે તા. 31 ઓક્ટોમ્બરનાં રોજ PM મોદી સવારે ગાંધીનગરથી કેવડીયા જવા રવાનાં થશે. કેવડીયા ખાતે PM મોદી એકતા પરેડમાં હાજરી આપશે. જ્યારે 1 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાનાં થશે. ત્યારે વડાપ્રધાનનાં ગુજરાત પ્રવાસને લઈ પોલીસ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામે 30 ઓક્ટોબરે PM મોદીની સભાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન તેઓ રૂ.4778 કરોડના વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. પીએમ મોદી ખેરાલુના ડભોડામાં મહેસાણા, પાટણ, બનાસકાંઠાની સંયુક્ત સભાને સંબોધશે. PM મોદીની સભા સ્થળે 100થી વધુ CCTV કેમેરા લગાવાશે. સભા સ્થળ, પાર્કિંગ સહિત અલગ-અલગ સ્થળો પર CCTV લગાવાશે. સૌપ્રથમવાર CCTV કેમેરાથી તંત્ર ચાંપતી નજર રાખશે. કેમેરાનું મોનિટરિંગ કરવા કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યો છે.