નાસ્ત્રેદમસની વધુ એક ભવિષ્યવાણી સાચી પડી!

હમાસના ‘હરકત અલ-મુકાવામા અલ-ઈસ્લામીયા’ના હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની સ્થિતિ જાહેર કરી છે. આ પછી, એવું કહેવામાં આવી રહ્યું છે કે 2023 માટે નાસ્ત્રેદમસની વધુ એક ડરામણી ભવિષ્યવાણી હવે સાચી સાબિત થઈ શકે છે. પ્રખ્યાત ફ્રેન્ચ ભવિષ્યવેત્તા નાસ્ત્રેદમસે તેમના પુસ્તક લેસ પ્રોફેસીસમાં વર્ષ 3997 સુધીની ભવિષ્યવાણીઓ કરી છે. તેમના દ્વારા કરવામાં આવેલી આગાહીઓ મોટાભાગે સાચી સાબિત થાય છે. નિષ્ણાતોના મતે, અત્યાર સુધી નાસ્ત્રેદમસે દ્વારા કરવામાં આવેલી 800થી વધુ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.

નાસ્ત્રેદમસે વર્ષ 2023 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી એક ત્રીજું યુદ્ધ છે. હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલે પણ હમાસ સામે યુદ્ધની જાહેરાત કરી છે. આ પછી દાવો કરવામાં આવી રહ્યો છે કે નાસ્ત્રેદમસે 450 વર્ષ પહેલા આ ઘટનાની ભવિષ્યવાણી કરી હતી.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ
ઈઝરાયેલમાં અચાનક યુદ્ધ ફાટી નીકળ્યા બાદ આખી દુનિયા ચોંકી ગઈ છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આખરે પોતાનો નિર્ણય જાહેર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) પર લખ્યું કે ઇઝરાયેલ હવે યુદ્ધમાં છે. તેઓએ પોતાના દેશના નાગરિકોની સુરક્ષા માટે અને હમાસથી બદલો લેવા માટે દરેક સંભવિત પગલાં લેવાનું શરૂ કર્યું છે.

વડા પ્રધાન બેન્જામિનએ લખ્યું છે – ‘અમે યુદ્ધમાં છીએ.’ આ જાહેરાત તે જ સમયે આવી જ્યારે હમાસ દ્વારા તેલ અવીવ સહિત દેશના ઘણા શહેરો અને નગરોમાં 5,000થી વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા. ઇઝરાયેલની સ્થિતિ કેવી છે? આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે દેશભરમાં મિસાઈલોનો વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે જેરુસલેમ સહિત ઈઝરાયેલના તમામ શહેરોમાં ઈમરજન્સી સાયરન વાગી રહ્યા છે. ઈઝરાયલ ઉપરાંત અમેરિકા અને કેનેડાએ પણ હમાસને આતંકવાદી સંગઠનની યાદીમાં મૂક્યું છે.

નાસ્ત્રેદમસની 450 વર્ષ પહેલાની ભવિષ્યવાણી સાચી પડી!
ઇઝરાયેલે હમાસ સામે યુદ્ધની ઘોષણા કરતાં જ લોકોનું ધ્યાન ફ્રેન્ચ ફિલસૂફ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી તરફ ગયું. 2023 માટે નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી અનુસાર 2023માં એક મોટું યુદ્ધ થશે. જો કે, પહેલા લોકો નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીને રશિયા-યુક્રેન યુદ્ધ સાથે જોડી રહ્યા હતા અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે નાસ્ત્રેદમસે આ ભવિષ્યવાણી રશિયા-યુક્રેન યુદ્ધ માટે કરી હશે. પરંતુ હવે તેની આગાહીઓ ઇઝરાયેલ-હમાસ યુદ્ધની ઘટનાઓ સાથે વધુ સુસંગત છે.