ખેરાલુ-સતલાસણા હાઇવે પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા નાઈટ ડ્યુટીમાં જતા GRD જવાનનું મોત

મહેસાણા જિલ્લામાં માર્ગ બે અલગ અલગ માર્ગ અકસ્માતમા કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ગઈકાલે વસાઈ પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું ઉનાવા ખાતે અકસ્માતમા મોત નીપજ્યું હતું. તેમજ ગત મોડી રાત્રે ખેરાલુ સતલાસણા હાઇવે પર નાઈટ ડ્યુટીમાં જતા GRD જવાનના બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું પણ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે હાલમાં પોલીસે તપાસ આદરી છે.

ડ્યુટી પર જતાં GRD જવાનનું અકસ્માતમાં મોત
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના વઘાર ગામે રહેતા 52 વર્ષીય રગુંજી ઠાકોર ખેરાલુ પોલીસ મથકમાં GRD તરીકે નોકરી કરતા હતા. જે ગઈ કાલે સાંજે પોતાના ગામ વઘાર ખાતેથી બાઈક પર નાઈટ ડ્યુટી માટે ખેરાલુ પોલીસ મથકમાં આવી રહ્યા હતા.એ દરમિયાન ખેરાલુ સતલાસણા હાઇવે પર નાનીવડા બસ સ્ટોપ નજીક અજાણ્યા વાહન ચાલકે GRD જવાનના બાઇકને ટાક્કર મારતા બાઈક રોડ પર ફગોળાયું હતું.

સ્થાનિકોએ 108 બોલાવી હોસ્પિટલ ખસેડયા
આ અકસ્માતમા GRD જવાનને માથામાં ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત નીપજ્યું હતું. સમગ્ર કેસમાં આસપાસના લોકો દોડી આવતા 108 એમ્બ્યુલન્સ મારફતે ખેરાલુ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું. ઘટના પગલે ખેરાલુ પોલીસ સ્ટેશનના પી.આઈ સહિતના પોલીસ જવાનો અને હોમ ગાર્ડ સહિત હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. સમગ્ર મામલે હાલમાં ખેરાલુ પોલીસે વધુ તપાસ આદરી છે.