IPL 2025 : સૂર્યકુમાર યાદવે નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ મામલે સચિન તેંડુલકરથી પણ નીકળી ગયો આગળ

IPL 2025 Suryakumar Yadav Record : મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ આઈપીએલની વધુ એક સિઝનમાં રન ફટકારતો જોવા મળી રહ્યો છે. આ જ કારણે તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવામાં સફળતા મેળવી છે. આમ તો મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ-2025ની શરૂઆતમાં નબળું પ્રદર્શન કર્યું હતું, જોકે ત્યારબાદ સૂર્યકુમાર યાદવના મહત્ત્વપૂર્ણ યોગદાન બાદ ટીમ પ્લેઓફ સુધી પહોંચવામાં સફળ થઈ છે. આ સાથે સૂર્યાએ એક વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો છે. તેણે T20 ક્રિકેટમાં સતત વધુ મેચોમાં 25 અથવા તેનાથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.
સૂર્યાએ ઈતિહાસ રચ્યો
આજે મુંબઈ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં સૂર્યકુમારે ફોર ફટકારી 25 રન પાર કરતા જ તેના નામે નવો રેકોર્ડ નોંધાયો છે. છઠ્ઠી ઓવરમાં પ્રથમ વિકેટ પડ્યા બાદ ક્રીઝ પર આવેલા સૂર્યાએ આવતાની સાથે જ ફોર ફટકારવાની શરૂ કરી દીધી છે. તેણે 9મી ઓવરના છેલ્લા બોલમાં ફોર ફટકારી હતી, જેના કારણે તે 22 રનથી સીધો 26 રન પર પહોંચી ગયો હતો. આ ફોરની સાથે જ સૂર્યાએ ઈતિહાસ રચી દીધો છે. ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે સતત 14મી મેચમાં 25 કે તેથી વધુ રન ફટકારી આ ઈતિહાસ નોંધાવ્યો છે. તેણે સાઉથ આફ્રિકાના પૂર્વ સુકાની ટેમ્બા બાવુમાને પણ પાછળો રાખી આ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. એટલું જ નહીં આઈપીએલના ઈતિહાસની લીક સ્ટેજની દરેક મેચમાં પ્રથમવાર કોઈ ખેલાડીએ 25થી વધુ રન બનાવ્યા છે.
સચિનનો પણ તોડ્યો રેકોર્ડ
એટલું જ નહીં, સૂર્યકુમારે 605 રનનો આંકડો પાર કરી આઈપીએલના ઈતિહાસમાં પોતાનાથી સૌથી વધુ રન બનાવ્યા છે. આ પહેલા સૂર્યાએ આઈપીએલ 2023માં 605 રન બનાવ્યા હતા, જે તેના કેરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. ખાસ વાત એ છે કે, તેણે મુંબઈના પૂર્વ કેપ્ટન અને મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો પણ રેકોર્ડ તોડ્યો છે. સચિને 2010માં 618 રન બનાવ્યા હતા, જ્યારે સૂર્યાઓ સચિનને પાછળ છોડી 650 રન પૂરા કરી લીધા છે.