PATAN : પોલીસ પુત્રની કારે બાઇકને અડફેટે લીધી, સીટ પરથી મળી દારૂની બોટલ

PATAN : કારમાંથી પોલીસ લખેલું પાટીયું મળી આવ્યું છે. સાથે જ સીટ પરથી અડધી ભરેલી દારૂની બોટલ મળી આવી છે, જેને પગલે ચકચાર મચી છે

  • પાટણના રાધનપુરમાં અકસ્માતની ઘટના સામે આવી
  • કારની ટક્કરે બાઇક ચાલક ઇજાગ્રસ્ત
  • કાર ચાલક દારૂના નશામાં હોવાનું પ્રાથમિક અનુમાન

PATAN : પાટણ (PATAN) ના રાધનપુર (RADHANPUR) માં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ પુત્રની કારની ટક્કરે (CAR ACCIDENT) બાઇક ચાલક આવ્યો છે. અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકને નાની મોટી ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ અકસ્માત બાદ સ્થાનિકો દ્વારા કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે. સાથે જ પોલીસને જાણ કરવામાં આવતા ટીમ તુરંત સ્થળ પર દોડી આવી છે. અને આગળની વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાને પગલે પંથકમાં દારૂબંધીની અમલવારીને લઇને તરહ તરહની લોકચર્ચાઓએ સ્થાન લીધું છે.

અડધી ભરેલી દારૂની બોટલ મળી આવી

પાટણાં પોલીસના પુત્ર દ્વારા જ કાયદાના લીરેલીરા ઉડાડવામાં આવ્યા હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પાટણના રાધનપુર પાસે આવેલી નર્મદા નિગમની કચેરી પાસે કાર ની અડફેટે બાઇક આવતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં કાર ચાલકની સ્થાનિકો દ્વારા અટકાયત કરવામાં આવી છે. કારમાંથી પોલીસ લખેલું પાટીયું મળી આવ્યું છે. સાથે જ સીટ પરથી છે. અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હંકારતો હોવાની પ્રાથમિક માહિતી સપાટી પર આવી રહી છે.

પોલીસને જાણ કરાતા ટીમ તુરંત દોડી આવી

પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, કારની અડફેટે આવેલા બાઇક ચાલકને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. ઘટના અંગે પોલીસને જાણ કરાતા ટીમ તુરંત દોડી આવી છે. અને અકસ્માત સર્જનાર કાર અને શખ્સની અટકાયત કરીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનામાં આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે.