ગુજરાતમાં પ્રથમવાર મે મહિનામાં સરેરાશ દોઢ ઈંચ,આણંદ-અમરેલીમાં સવા 3 ઈંચ

nseasonal Rain News: આને માવઠું કહેવું કે ચોમાસુ, આટલો વરસાદ ધોમધખતા વૈશાખ- મે માસમાં કદિ જોયો નથી એવા ઉદ્ગાર સરી પડયા છે. ગુજરાતમાં પ્રથમવાર ચોમાસાનો પ્રવેશ થાય તે પહેલા જ, મે માસના એકાદ સપ્તાહમાં રાજ્યમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ વરસી ગયો છે જેમાં સૌથી વધારે આણંદ અને અમરેલી જિલ્લામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. 

માર્ચથી મે માસ એ ઉનાળાના દિવસો છે અને આ વર્ષે ગુજરાતમાં એક તરફ રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું હતું. આ સમયમાં સામાન્ય રીતે 2 મિ.મિ.એટલે કે હળવું એકાદ ઝાપટું માંડ વરસતું હોય છે તેની જગ્યાએ કદી અનુભવ્યો ન હોય તેવો તીવ્ર પવન, અને ગાજવીજ સાથે ભરચોમાસુ હોય તેમ દિવસો સુધી સાત ઈંચ સુધીનો ભારે વરસાદ વરસ્યો છે. અગાઉ અમદાવાદમાં તેમજ ગત ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છ ખાતે રાજકોટ વિસ્તારમાં 80 કિ.મી.ની ઝડપે પવન નોંધાયો હતો. આમ, આ વર્ષે વધુ વરસાદની સાથે અસામાન્ય અતિશય પવન પણ રહ્યો છે. 

આજે રાજકોટમાં એકંદરે ઉઘાડ સાથે યુનિવર્સિટી રોડ વિસ્તારમાં સાંજે ગાજવીજ સાથે ધોધમાર ઝાપટું વરસી જતા માર્ગો પર પાણી ભરાયા હતા. જ્યારે ખાંભા, બરવાળામાં પણ વરસાદ નોંધાયો છે. તે સિવાય એકંદરે માવઠાંનું જોર આજે ઘટયું હતું અને તેના પગલે રાજકોટ,સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગરમાં પારો આજે પણ વરસાદનું એલર્ટ સાથે ગરમી વધવા આગાહી 38 સે.ને પાર થતા બફારો અનુભવાયો હતો. મૌસમ વિભાગ અનુસાર આગામી સપ્તાહમાં તાપમાનમાં 5 સે. સુધી વધારાની શક્યતા છે. 

હવામાન વિભાગે આજે (બુધવારે) પણ વડોદરા તથા દક્ષિણ ગુજરાતના સુરત, ભરુચ સહિત  તમામ જિલ્લા અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, સોમનાથ, કચ્છ, દિવ વિસ્તારમાં તીવ્ર પવન સાથે માવઠાંની આગાહી કરી છે. જ્યારે તા.15થી એકંદરે સુકુ હવામાન રહેવાની આગાહી છે. 

– ગુજરાતના ક્યા જિલ્લામાં કેટલો કમોસમી વરસાદ

13 મે 2025 સુધીમાં એટલે કે ગત આઠેક દિવસમાં જ ગુજરાતમાં નોર્મલ કરતા 20 ગણો વધાર વરસાદ થયો છે.જિલ્લાવાર વરસાદ મિ.મિ.માં.

સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગ
જિલ્લોવરસાદ
અમરેલી78
ભાવનગર69
બોટાદ27
દેવભુમિદ્વારકા57
દિવ28
ગીર સોમનાથ59
જામનગર39
જુનાગઢ70
કચ્છ15
મોરબી40
પોરબંદર62
રાજકોટ34
સુરેન્દ્રનગર34
સૌરાષ્ટ્ર સરેરાશ38
ગુજરાતમાં
અમદાવાદ39
આણંદ81
અરવલ્લી26
બનાસકાંઠા40
ભરુચ41
છોટા ઉદેપુર23
દાદરા,નગરનીલ
દાહોદ10
દમણ28
ડાંગ46
ગાંધીનગર38
ખેડા66
મહીસાગર25
મહેસાણા26
નર્મદા37
નવસારી41
પંચમહાલ36
પાટણ18
સાબરકાંઠા32
સુરત34
તાપી34
વડોદરા37
વલસાડ58
સરેરાશ36
સમગ્ર ગુજરાત38