Gujarat Weather News : 24 કલાકમાં રાજ્યના 29 તાલુકામાં માવઠુ, જાણો કયા કેટલો પડ્યો વરસાદ

જૂનાગઢના માળિયા હાટીનામાં 1.7 ઈંચ વરસાદ તથા જામનગરના જામજોધપુરમાં 1.5 ઈંચ અને માણાવદર અને ધારીમાં 1.3 ઈંચ વરસાદ
- સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં 2.8 ઈંચ
- જૂનાગઢના માળિયા હાટીનામાં 1.7 ઈંચ વરસાદ
- માણાવદર અને ધારીમાં 1.3 ઈંચ વરસાદ
Gujarat Weather News : 24 કલાકમાં રાજ્યના 29 તાલુકામાં માવઠુ પડ્યું છે. જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં 2.8 ઈંચ વરસાદ આવ્યો છે. જૂનાગઢના માળિયા હાટીનામાં 1.7 ઈંચ વરસાદ તથા જામનગરના જામજોધપુરમાં 1.5 ઈંચ અને માણાવદર અને ધારીમાં 1.3 ઈંચ વરસાદ તથા પોશીના, કડી અને લાલપુરમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. તથા મહેસાણા, અરવલ્લી, કચ્છમાં પણ કમોસમી વરસાદ છે.
ગાજવીજ સાથે વરસાદની આગાહી માટે ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં રવિવારે (11મી મે) 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની આગાહી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તેમાં આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે. આ સિવાય સોમવાર-મંગળવારના પણ અનેક જિલ્લામાં હળવા વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ છે. આગામી 13 મેના રોજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે.
રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદ
રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શનિવારે (10 મે)ના રોજ વિસનગર પંથક, ઊંઝા તાલુકાના ગ્રામ્ય પંથક, અરવલ્લીના ભિલોડા પંથક, સાબરકાંઠાના ઈડર, રાજકોટના કોટડાસાંગાણી, જૂનાગઢ, બોટાદ, ગોંડલ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું થયું છે. જ્યારે 9 મેના 6 વાગ્યાથી 10 મેના 6 વાગ્યાના 24 કલાક દરમિયાન કુલ 73 તાલુકામાં માવઠું થયું હતું. આ વર્ષે ચોમાસુ 4 દિવસ વહેલાં શરૂ થશે. જેમાં ભારતીય હવામાન વિભાગની આગાહી છે કે 27 મે એ ચોમાસુ કેરળ પહોંચે તેવી શક્યતા છે. 1 જૂનને બદલે 4 દિવસ વહેલું આગમન થશે. સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે.