BSF અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં હથિયાર-વિસ્ફોટક જપ્ત

BSF AND PUNJAB POLICE JOINT OPERATION : સેનાના જવાનો અને પંજાબ પોલીસ દ્વારા સંયુક્ત રીતે સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી

  • ભારત-પાકિસ્તાન વચ્ચેની સ્થિતીમાં બોર્ડર પર સેના સતર્ક
  • ગુપ્ત બાતમીના આધારે બીએસએફ અને પંજાબ પોલીસનું સર્ચ ઓપરેશન
  • ડ્રોન થતી હથિયાર-વિસ્ફકોનું પેકેટ ફેંકાયું હોવાનું અનુમાન

BSF AND PUNJAB POLICE JOINT OPERATION : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની (INDIA PAKISTAN TENSION) સ્થિતી બાદ બંને દેશો દ્વારા યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો છે. તે બાદ પણ ભારતીય સેના દ્વારા બોર્ડર પર ભારે સતર્કતા વર્તવામાં આવી રહી છે. તાજેતરમાં બોર્ડર સિક્યોરીટી ફોર્સ અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં અમૃતસર સીમા પાસેથી હથિયારો અને વિસ્ફોટક જપ્ત કર્યા છે. જેમાં પિસ્તોલ, મેગ્ઝીન, કારતુસ, ડિટોનેટર, અને આઇડી સર્કિટનો સમાવેશ થાય છે. હથિયારોની હેરાફેરી કરતા સિન્ડીકેટનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં તંત્રને સફળતા મળી છે.

12 મે, ના રોજ બંને દેશોના આર્મીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ફરી વાતચીત થશે

પહલગામ આતંકી હુમલાની ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધો હતા. ગતરોજ બંને દેશ દ્વારા એકબીજાની સહમતિથી યુદ્ધ વિરામ જાહેર કર્યો છે. અને 12 મે, ના રોજ બંને દેશોના આર્મીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ફરી વાતચીત થશે, તેવું જાહેર કરવામાં આવ્યું છે. આ વચ્ચે ભારતીય સેના દ્વારા બોર્ડર એરિયામાં સતર્કતા વધારી દેવામાં આવી છે.

દારૂગોળો ભરેલું પેકેટ મળ્યું

તાજેતરમાં બીએસએફના સુત્રોને વિશ્વસનીય બાતમી મળતા વ્યાપક અમૃતસર બોર્ડર પાસે સેનાના જવાનો અને પંજાબ પોલીસ દ્વારા સઘન રીતે વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન 2.7 કિલો વિસ્ફોટક, બે હેન્ડ ગ્રેનેડ, બે પિસ્તોલ, ચાર મેગ્ઝીન, 30 કારતુસ, બે ડેટોનેટર અને આઇઇડી સર્કીટથી ભરેલુ પેકેટ મળી આવ્યું છે.

હથિયારોની હેરાફેરી કરતું જુથ સક્રિય થયું

સુત્રોના જણાવ્યા અનુસાર, આ પેકેટને ડ્રોન મારફતે અહિંયા ફેંકવામાં આવ્યું હોવાની આશંકા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવભર્યા સંબંધો વચ્ચે બોર્ડરની પેલે પારથી હથિયારોની હેરાફેરી કરતું જુથ સક્રિય થયું હોવાનું અનુમાન લગાડાઇ રહ્યું છે. જો કે, તેમના મનસુબા પાર પડે તે પહેલા જ ષડયંત્ર રોકવામાં તંત્રને સફળતા મળી છે.