ધારીની મદરેસાના મૌલવીનું પાકિસ્તાન કનેક્શન મામલો, ATS કરશે ઉલટ તપાસ

મૌલવી મોહમદફઝલ શેખને ATS અમદાવાદમાં તપાસ માટે લવાયા છે. મોબાઈલમાં ટેક્નિકલ તપાસ બાદ મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા છે

અમરેલીના મદરેશામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શનનો મુદ્દો ગરમાયો છે.. મૌલવી મોહમદફઝલ શેખને ATS અમદાવાદમાં તપાસ માટે લવાયા છે. મોબાઈલમાં ટેક્નિકલ તપાસ બાદ મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા છે. મૌલવીની “પાકિસ્તાન અફઘાનિસ્તાન” વોટ્સએપ ટેલિગ્રામ ગ્રુપમાં શંકાસ્પદ ભૂમિકા છે. SOG બાદ હવે મૌલવીની તપાસ ગુજરાત ATS કરી શકે છે

મહત્વનું છે કે અમરેલી જિલ્લાના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું છે. મૌલાનાના મોબાઇલમાંથી “પાકિસ્તાન”અને “અફઘાનિસ્તાન”ના સોશિયલ મીડિયામાં ગ્રૂપ મળી આવતાં એસઓજીની ટીમ ચોંકી ઉઠી હતી. આ મામલે ધારી પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. અમરેલી એસઓજીએ શંકાસ્પદ મૌલાનાની તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે.

હાલના તબક્કે મૌલાના દ્વારા કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કરવામાં આવી છે કે કેમ તેને લઈને કોઈ નક્કર વિગતો પોલીસને પણ પ્રાપ્ત થઈ નથી. પરંતુ જે દસ્તાવેજો પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યા છે તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ જણાશે તો ત્યાર બાદ પોલીસ અન્ય દિશામાં પણ કાર્યવાહી કરશે. હાલ મૌલાના ધારી તાલુકાના હિમ ખીમડી ગામના મદરેસામાં કેટલા સમય થી રહેતો હતો, તેમના આવ્યા બાદ અહીં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની અવરજવર હતી કે કેમ તેને લઈને પણ અમરેલી પોલીસ તપાસ કરી રહી છે.