Uttar Pradesh : મઉના ધારાસભ્ય અબ્બાસ અંસારીને હેટ સ્પીચ બદલ 2 વર્ષની સજા ફટકારાઈ

મઉ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અબ્બાસ અંસારી (Abbas Ansari) ને એમપી એમએલએ કોર્ટ (MP-MLA Court) એ હેટ સ્પીચ મામલે 2 વર્ષની સજા ફટકારી છે. વાંચો વિગતવાર.
- મઉ વિધાનસભા બેઠકના ધારાસભ્ય Abbas Ansari ને 2 વર્ષની સજા
- વર્ષ 2022માં યુપી વિધાનસભા ચૂંટણી પ્રચારમાં આપી હતી હેટ સ્પીચ
- સુભાસ્પાએ Abbas Ansari ને ટિકિટ આપી અને અબ્બાસ અંસારી પ્રથમવાર જીત્યા હતા
Uttar Pradesh : મુખ્તાર અંસારીના પુત્ર અને મઉ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અબ્બાસ અંસારી (Abbas Ansari) ને એમપી-એમએલએ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે અબ્બાસ અંસારીને તેના ભાઈ મન્સૂર અંસારીને દોષિત ઠેરવ્યા છે. હેટસ્પીચ મામલે મઉના ધારાસભ્ય અબ્બાસ અંસારી (Abbas Ansari) ને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે.
વર્ષ 2022ની યુપી વિધાનસભા ચૂંટણી પ્રચારની ઘટના
Abbas Ansari ઓમ પ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ધારાસભ્ય છે. વર્ષ 2022ની યુપી વિધાનસભા ચૂંટણી (UP assembly election in 2022) દરમિયાન અબ્બાસ અંસારીએ પોતાના સંબોધનમાં હેટ સ્પીચનો ઉપયોગ કર્યો હતો. જેમાં મઉ એમપીએમએલએ કોર્ટે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. દોષી ઠેરવ્યા બાદ અબ્બાસ અંસારીને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
પ્રથમવાર અબ્બાસ અંસારીની જીત થઈ હતી
ઉલ્લેખનીય છે કે 2022 ની યુપી વિધાનસભા ચૂંટણીમાં સપા અને સુભાસ્પાએ ગઠબંધન કર્યુ હતું. આ ગઠબંધનમાં સુભાસ્પાએ મઉ સદર વિધાનસભા બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઊભો રાખવો પડ્યો. આવી સ્થિતિમાં સુભાસ્પાએ અબ્બાસ અંસારીને ટિકિટ આપી. અબ્બાસ અંસારીએ પહેલી વાર મઉ સદર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી અને તેઓ જીત્યા હતા. જોકે, હવે સુભાસ્પાએ સપા સાથેનું ગઠબંધન તોડીને ભાજપ સાથે ગઠબંધન કર્યું છે.
હેટ સ્પીચમાં શું કહ્યું ?
વર્ષ 2022ની યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાન અબ્બાસ અંસારીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ચૂંટણી પછી સરકાર બન્યા પછી અધિકારીઓ સાથેના હિસાબોનો નિકાલ કરવામાં આવશે. તેમના નિવેદન પર ઘણો વિવાદ થયો હતો. આ નિવેદન પછી ચૂંટણી પંચે Abbas Ansari ના ચૂંટણી પ્રચાર પર 24 કલાક માટે પ્રતિબંધ મૂક્યો હતો. હેટ સ્પીચ મામલે કેસ નોંધાયા પછી આ કેસમાં સુનાવણી ચાલી રહી હતી. આજે કોર્ટે આ કેસમાં ધારાસભ્ય અબ્બાસ અંસારીને દોષિત ઠેરવ્યા છે અને 2 વર્ષની સજા ફટકારી છે.